Get The App

સોનૂ નિગમ, શરદ મલ્હોત્રા, એરિકા ફર્નાન્ડિસ અને અનિતા રાજ કોવિડ પોઝિટિવ

Updated: Jan 6th, 2022

GS TEAM

Google News
Google News
સોનૂ નિગમ, શરદ મલ્હોત્રા, એરિકા ફર્નાન્ડિસ અને અનિતા રાજ કોવિડ પોઝિટિવ 1 - image


- અમિતાભબચ્ચનના ઘરનો એક કર્મચારી કોરોનાગ્રસ્ત

મુંબઇ : અમિતાભ બચ્ચનના જલસા બંગલાનો એક કર્મચારી કોરોનાગ્રસ્ત થયો છે. અમિતાભના આ બંગલામાં ૩૨ સ્ટાફ કામ કરી રહ્યા છે જેમાંથી એક  કર્મચારીની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી હતી.જોકે બચ્ચન પરિવાર સુરક્ષિત છે. આ ઉપરાંત સોનૂ નિગમ તેની પત્ની અને પુત્ર પણ કોરોનાના સપાટામાં આવ્યા છે. 

અમિતાભે પોતાના બ્લોગ પર જણાવ્યું હતુ ંકે, કોરોના મહામારીમાં અમે અમારા ઘરના સ્ટાફની કોવિડ ટેસ્ટ કરાવી હતી. અમારા બંગલા જલસા અને પ્રતીક્ષા બન્નેના સ્ટાફની કોરોના ટેસ્ટ થઇ હતી જેમાંથી એક સ્ટાફની ટેસ્ટ પોઝિટિવ આવી હતી. આ કર્મચારીને બૃહદ મુંબઇ નગર પાલિકાએ કોવિડ કેર સેન્ટર ટુમાં આઇસોલેટ કર્યો છે. 

મુંબઇના બીએમસીના સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું હતુ ંકે, અમિતાભના ઘરમાં ૩૧ સ્ટાફ મેમ્બર્સ છે. જેમાંનો એક પોઝિટિવ નીકળ્યો છે. જોકે અમિતાભ અને તેમનો પરિવાર આ સ્ટાફના સંપર્કમાં આવ્યો નથી. તમામ સ્ટાફની મેડિકલ ટેસ્ટ એ રૂટીન ચેકઅપ હતી. મુંબઇ કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે, તે જોઇને સેલિબિર્ટિઝ સુરક્ષા ખાતર પોતાના સ્ટાફની કોવિડ ટેસ્ટ કરાવી રહ્યા છે.  અમિતાભ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, અમિતાભ અને તેમનો પૂરો પરિવાર સુરક્ષિત છે. બધા જ જલસા બંગલામાં છે તેમજ પૂરતી કાળજી લઇ રહ્યા છે. લોકો સાથે હળવા-મળવાનું પણ બચ્ચન પરિવારે ઓછું કરી નાખ્યું છે. 

સોનૂ નિગમે સોશ્યલ મીડિયા પર શેર કર્યું હતું કે, હું કોવિડ પોઝિટિવ થયો છું. મારી પત્ની અને પુત્રના  ટેસ્ટ પણ  પોઝિટિવ આવ્યા છે. સૌથી નવાઇની વાત તો એ છે કે, હું વારંવાર ટેસ્ટ કરાવી રહ્યો છું અને મારો રિપોર્ટ પોઝિટિવ જ આવે છે. 

હું સંગીતના બે પ્રોગ્રામમાં પરફોર્મ કરવાનો હતો જે પછીથી શક્ય નહોતું. ભુવનેશ્વરમાં મારા સ્થાને શાન ગયો હતો અને સુપર સિંગરમાં મારા સ્થાને અનુક મલિક પહોંચ્યો હતો. 

આ ઉપરાંત ટેલિવિઝનનો અભિનેતા શરદ મલ્હોત્રા, અભિનેત્રી એરિક ફર્નાન્ડિસ અને ૫૯ વર્ષીય અભિનેત્રી અનિકા રાજ પણ કોરોનાના સપાટામાં આવ્યા છે. 

શરદ મલ્હોત્રા હાલ હોમ કેરોન્ટાઇન થયો છે.  એરિકે જણાવ્યું છે કે, તે અને તેની માતા કોરોના પોઝિટિવ આવ્યા છે. એરિકાએ ઘરમાં જ કોવીસેલ્ફ કિટથી પોતાનું પરિક્ષણ કર્યું હતું. ત્રણ-ત્રણ વખત તેનું પરિણામ કોરોના નેગેટિવ આવ્યું હતુ.ં પરંતુ પછીથી તેણે કોરોનાની ટેસ્ટકરાવી હતી જેમાં તે પોઝિટિવ આવી હતી.તેણે પોતાના પ્રશંસકોને હોમ કિટ પર આધાર નહીં રાખવાની પણ સલાહ આપી હતી. 

૫૯ વર્ષીય અભિનેત્રી અનિતા રાજ પણ કોરોના પોઝિટિવ થયા છે, જોકે તેમના તરફથી સત્તાવાર રીતે કોઇ સ્પષ્ટતા થઇ નથી. 

Tags :