ગીતકાર અનવરે સાગરે બુધવારે મુંબઇની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
- તેઓ ખિલાડી,યારાના, આ ગલે લગ જા જેવી ફિલ્મોના ગીતો માટે જાણીતા છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 04 જૂન 2020, ગુરુવાર
પીઢ ગીતકાર અનવર સાગરનું બુધવારે ૭૦ વરસની વયે મુંબઇની અંધેરીની હોસ્પિટલમાં નિધન થઇ ગયું હતું.
૮૦ અને ૯૦ના દાયકામાં અનવર સાગરે બોલીવૂડને ઘણા યાદગાર ગીતો આપ્યા હતા. જેમાં અક્ષય કુમાર અને આયેશા જુલ્કા અભિનિત ફિલ્મ ખિલાડીનું ગીત વાદા રહા સનમ છે. આ પછી તેણે યારાના, સલામી, આ ગલે લગ જા, અને વિજય પથ તેમજ અન્ય ફિલ્મોના ગીત લખ્યા.
અનવરે ૯૦ના દસકાના જાણીતા સંગીતકારો જેવા કે નદીમ-શ્રવણ, રાજેશ રોશન, જતિન-લલિત અન ેઅનુ મલિક જેવા સંગીતકારોનો સમાવેશ છે.