Get The App

VIDEO: શત્રુઘ્ન સિન્હા હોસ્પિટલમાં દાખલ: પુત્રી સોનાક્ષી અને જમાઈ ખબર-અંતર પૂછવા પહોંચ્યા

Updated: Jun 28th, 2024

GS TEAM

Google News
Google News
Shatrughan Sinha, Sonakshi Sinha, Zahir Iqbal


Shatrughan Sinha For Routine Checkup in Hospital : સોનાક્ષી સિન્હાએ લગ્ન કરી લીધા છે. તેણે 23 જૂનના રોજ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે રમાયણવાળા નિવાસસ્થાને રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે. બંને કપલે ગુરુવારે પોતાના વેડિંગનો વીડિયો શેર કર્યો હતો, જેમાં અભિનેત્રીના પિતા અભિનેતા શત્રુઘ્ન સિન્હા, તેની માતા પૂનમ સિન્હા સહિત પરિવારના ઘણા સભ્યો જોવા મળ્યા હતા. જોકે લગ્ના પાંચ દિવસ બાદ શત્રુઘ્ન સિન્હાને લઈને ચાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પુત્રીના લગ્નના પાંચ દિવસ બાદ શત્રુઘ્ન હોસ્પિટલમાં દાખલ થયા છે.

શત્રુઘ્ન સિન્હા હોસ્પિટલમાં કેમ દાખલ થયા?

સોનાક્ષી-ઝહીર (Sonakshi Sinha And Zahir Iqbal)નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને કપલ મુંબઈના કોકિલાબેન હોસ્પિટલ (Kokilaben Hospital, Mumbai)ની બહાર જોવા મળ્યા છે. આ વીડિયો સ્નેહ કુમાર જાલા નામના એક સેલેબ્રિટિ પાપારાજીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. 

સોનાક્ષી-ઝહીર શત્રુઘ્નના ખબર-અંતર પુછવા હોસ્પિટલ પહોંચ્યા

આ વીડિયોના કેપ્શનમાં લખાયું છે કે, સોનાક્ષી અને ઝહીર રુટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં ભરતી થયેલા શત્રુઘ્ન સિન્હાના ખબર-અંતર પુછવા પહોંચ્યા છે. જોકે હજુ સુધી આ વીડિયોની પુષ્ટી કરવામાં આવી નથી. વીડિયોમાં બંને કપલનો ચહેરો જોવા મળી રહ્યો છે.

Tags :