સોનાક્ષી અને ઝહિરની ફિલ્મ કોપીરાઈટના વિવાદમાં ફસાઈ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
સોનાક્ષી અને ઝહિરની ફિલ્મ કોપીરાઈટના વિવાદમાં ફસાઈ 1 - image


- તુ હૈ મેરી કિરણનું શૂટિંગ લગ્ન પહેલાં કર્યું હતું

-  જે બે વિદેશી ફિલ્મ પર આધારિત છે તેના કોપીરાઈટ અન્ય પાસે હોવાનો દાવોઃ નોટિસ પાઠવાઈ

મુંબઇ : સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની ફિલ્મ 'તુ હૈ મેરી કિરણ' કાનૂની વિવાદમાં ફસાઈ છે. આ ફિલ્મ બે વિદેશી ફિલ્મ પર આધારિત છે. આ બે વિદેશી ફિલ્મોના રાઈટ્સ અન્ય નિર્માતા પાસે છે. 

સોનાક્ષી અને ઝહીરે લગ્ન પહેલાં ગત જૂનમાં આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. તેઓ હવે તેની રીલિઝની રાહ જોઈ રહ્યાં છે. 

જોકે, એક નિર્માતા કંપનીએ નોંધાવેલી  ફરિયાદ અનુસાર  આ ફિલ્મ મૂળ બ્રિટિશ ફિલ્મ 'ધી કોલર' અને સાઉથ કોરિયાની ફિલ્મ 'ધી કોલ' પર આધારિત છે. આ બંને ફિલ્મોના રાઈટ્સ આ નિર્માતા કંપની પાસે છે.  આ નિર્માતા કંપનીએ 'તુ હૈ મેરી કિરણ'ના નિર્માતાને લીગલ નોટિસ આપી છે અને તેની સાથે સાથે પ્રોડયૂસર્સના સંગઠનમાં પણ ફરિયાદ કરી છે. 


Google NewsGoogle News