જાણીતી અભિનેત્રીનો ડરામણો લુક જોઈ ફેન્સ ચોંક્યા! ઓળખવી પણ મુશ્કેલ
Soha Ali Khan Transformation: નૂસરત ભરૂચા અને સોહા અલી ખાન સ્ટારર હોરર ફિલ્મ 'છોરી 2' એ હલચલ મચાવી દીધી છે. આ સાથે જ સોહાએ પોતાનું એક્ટિંગ કમબેક કર્યું છે. 2018માં સોહા અલી ખાન 'સાહેબ બીવી ઓર ગેંગસ્ટર'માં જોવા મળી હતી. ત્યારબાદ તેણે હવે ફિલ્મ 'છોરી 2'માં કામ કર્યું છે અને પોતાના ડરામણા લુકથી તમામના હોંશ ઉડાવી દીધા છે. ફિલ્મમાં સોહાએ 'દાસી મા' નું પાત્ર ભજવ્યું છે, જે એક રહસ્યમયી મહિલા છે. બાદમાં તે એક અજીબ ડરામણી ચૂડેલનું રૂપ ધારણ કરી લે છે.
અભિનેત્રીનો ડરામણો લુક જોઈ ફેન્સ પણ ડર્યા
હવે અભિનેત્રીએ પોતાનું લુક સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. તેમાં તેને ચૂડેલના રૂપમાં જોઈ શકાય છે. આ લુકમાં સોહાને ઓળખવું મુશ્કેલ છે. અભિનેત્રીનો આ લુક એટલો ડરામણો છે કે, તેને જોઈને તમારું હૃદય કાંપી ઉઠે છે અને તમારા મોઢામાંથી ચીસો નીકડી જાય છે. યુઝર્સ પણ અભિનેત્રીનું આ રૂપ જોઈને ડરી ગયા છે.
યુઝરની પ્રતિક્રિયા
એક યુઝરે ફોટો પર કોમેન્ટ કરી કે, 'ડરામણી લાગી રહી છે.' બીજા એક યુઝરે લખ્યું કે, 'અરે આ અચાનક સામે આવી ગયું, હું તો ડરી ગયો.' એક વ્યક્તિએ મજાકમાં લખ્યું, 'સોહા બળેલી નાન જેવી લાગે છે.' બીજી તરફ ચાહકો સોહા અલી ખાનના બદલાયેલા અવતાર અને 'છોરી 2'માં તેના કામ બંનેથી ખૂબ ખુશ છે. અભિનેત્રીને કંઈક અલગ કરવા બદલ પ્રશંસા પણ મળી રહી છે.