ક્યું કિ સાસ..ના બીજા ભાગમાં સ્મૃતિનું પુનરાગમન એકતા દ્વારા કન્ફર્મે
- રોનિત રોય, મિહિર ઉપાધ્યાય સાથે પણ વાતચીત
- આ સિરિયલના બીજા ભાગમાં આશરે 150 એપિસોડ હશે
મુંબઈ : થોડા સમય પહેલાં ચર્ચા પ્રસરી હતી કે એકતા કપૂર 'ક્યું કિ સાસ ભી કભી બહુ થી'નો બીજો ભાગ બનાવી રહી છે. હવે ખુદ એક્તા કપૂરે આ વાત કન્ફર્મ કરી છે.
તાજેતરમાં એક મીડિયા સંવાદમાં તેણે કહ્યું હતું કે 'ક્યું કિ સાસ ભી કભી બહુ થી' સિરિયલ બહુ લોકપ્રિય બની હતી. તેના બે હજાર એપિસોડ પૂર્ણ થાય તેમાં ૧૫૦ એપિસોડ જ બાકી રહ્યા હતા. હવે અમે આ ૧૫૦ એપિસોડ ફરી લાવી રહ્યા છીએ. સ્મૃતિ ઈરાનીનાં પુનરાગમનને કન્ફર્મ કરતાં તેણે કહ્યું હતું કે અમે એક રાજકારણીને મનોરંજનનાં ક્ષેત્રમાં લાવી રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છે કે આ શોમાં તુલસી વિરાણી તરીકે સ્મૃતિનાં પાત્રને બહુ લોકપ્રિયતા મળી હતી. તેના આધાર પર જ સ્મૃતિ ઈરાનીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને સંસદસભ્ય તથા કેન્દ્રીય મંત્રીનું પદ પણ મેળવ્યું હતું.
દરમિયાન ટીવી જગતમાં ચર્ચા અનુસાર મિહિરના રોલ માટે અમર ઉપાધ્યાય તથા રોનિત રોય બંને સાથે વાતચીત ચાલી રહી છે.