Get The App

‘સ્કાય ફોર્સ’ થકી વીર પહાડિયાનું ડ્રીમ ડેબ્યુ, અક્ષય કુમારની સાથે ‘હિટ મશીન’ ગણાતા નિર્માતાનું કિલર કોમ્બિનેશન

Updated: Jan 24th, 2025

GS TEAM

Google News
Google News
Sky Force

Sky Force Star Review: બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની આગામી ફિલ્મ 'સ્કાય ફોર્સ' 26 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સારા અલી ખાન, નિમરત કૌર અને શરદ કેલકર જેવા જાણીતા કલાકારો પણ છે. આ ફિલ્મથી નવોદિત અભિનેતા વીર પહાડિયા પણ બોલિવૂડમાં પદાર્પણ કરી રહ્યો છે. 


સત્યઘટના પર આધારિત છે ‘સ્કાય ફોર્સ’

‘સ્કાય ફોર્સ’ દેશભક્તિ પર આધારિત સત્ય ઘટના આધારિત ફિલ્મ છે. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતે પાકિસ્તાનના ‘સરગોધા એરબેઝ’ પર એર સ્ટ્રાઈક કરી હતી, જે ભારતના ઈતિહાસની પહેલી એર સ્ટ્રાઈક હતી. આ ઘટનાને કેન્દ્ર સ્થાને રાખીને ‘સ્કાય ફોર્સ’ની વાર્તા કહેવાઈ છે. દેશભક્તિની વાત કહેતી આ ફિલ્મમાં એક્શન, ડ્રામા, ઈમોશન્સ અને થ્રીલ બધું જ છે. 

વધુ વાંચો: દેશદાઝની ફિલ્મ સ્કાય ફોર્સમાં દર્શકોને જોવા મળશે વીર પહાડિયાનો અદભુત અભિનય, 24 જાન્યુઆરીએ રિલીઝ


વીર પહાડિયાની કારકિર્દી ભરશે ઊંચી ઉડાન 

'સ્કાય ફોર્સ'માં બે મુખ્ય કલાકાર છે અક્ષય કુમાર અને નવોદિત વીર પહાડિયા. બંને વચ્ચેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી શાનદાર લાગી રહી છે. અક્ષયની ફિલ્મો છેલ્લાં ઘણાં સમયથી ફ્લોપ જઈ રહી છે, તેથી તેને પણ એક હિટ ફિલ્મની તાતી જરૂરિયાત છે. બીજી તરફ, નવોદિત વીર પહાડિયાની કારકિર્દી પણ 'સ્કાય ફોર્સ'ની સફળતાથી રોકેટ ગતિએ આગળ વધવાની પૂરેપૂરી શક્યતા છે. અક્ષય કુમાર જેવા ‘ખિલાડી’ની સાથે વીર પણ દર્શકોને આ પહેલી જ ફિલ્મથી એક્શન હીરો તરીકે જોવા મળશે.


ફિલ્મના નિર્માતા પણ છે હિટ મશીન

'સ્કાય ફોર્સ'ના નિર્માતા દિનેશ વિજન છે, જેમણે હાલમાં જ ‘સ્ત્રી 2’ જેવી હિટ ફિલ્મ આપી છે. બજેટ અને સ્કેલની રીતે જોઈએ તો 'સ્કાય ફોર્સ' આ ત્રણેય ફિલ્મ કરતાં મોટી ફિલ્મ છે. દિનેશ વિજનની તાજેતરની સફળતા જોતાં 'સ્કાય ફોર્સ' પણ સારી સફળતા મેળવશે એવું લાગી રહ્યું છે.