Get The App

સિંગર પવનદીપ રાજનને કાર અકસ્માતમાં ગંભીર ઈજા

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
સિંગર પવનદીપ રાજનને કાર અકસ્માતમાં ગંભીર ઈજા 1 - image


- નોઈડાની હોસ્પિટલમાં દાખલ કરાયો

- ઈન્ડિયન આઈડોલ 12ના વીનર પવનદીપના ડ્રાઈવરને ઝોકું આવી જતાં કાર ટેન્કર સાથે અથડાઈ

મુંબઇ : ઇન્ડિયન આઇડલ ૧૨ના વિનર પવનદીપ રાજનને કાર અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં  તેને નોઈડાની હોસ્પપિટલમાં  દાખલ કરાયો છે. 

પવનદીપ ઉત્તરાખંડથી દિલ્હી આવી રહ્યો હતો ત્યારે રાતે ત્રણ વાગ્યાના અરસામાં તેની કારના ચાલકને ઝોકું આવી ગયું હતું. આથી તેની કાર હાઈવે પર ઊભાં રહેલાં ટેન્કર 

સાથે અથડાઈ ગઈ હતી.પવનદીપ ઉપરાંત  તેના મિત્ર અજય મહેરા તથા ડ્રાઈવર રાહુલ સિંઘ પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા હતા. 

પવનદીપને પગ ઉપરાંત પાંસળીના ભાગે અનેક  ફ્રેકચર થયાં હતાં. તેને માથાંના ભાગે પણ ગંભીર ઈજાઓ થયાનું કહેવાય છે.  ઉત્તરાખંડમાં જન્મેલા પવનદીપનો સમગ્ર પરિવાર કુમાઉ લોકસંગીત સાથે સંકળાયેલો છે. તેના માતા, પિતા અને બહેન તમામ લોકસંગીત  કલાકારો છે.

Tags :