- અક્ષય કુમારની ભૂતબંગલા સાથે ટક્કર ટાળવા નિર્ણય
- પંચાયતના સર્જકોએ ફિલ્મ ડિરેક્ટ કરી છે પણ સિદ્ધાર્થ સેલેબલ સ્ટાર નહિ હોવાથી જોખમ લેવું નથી
મુંબઈ : સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ 'વીવન' પાછળ ઠેલાઈ ગઈ છે. આ ફિલ્મ અને અક્ષય કુમારની 'ભૂતબંગલા'ની તારીખો ટકરાતી હોવાથી આ નિર્ણય લેવાયો છે.
આ ફિલ્મ સુપરહિટ સીરિઝ 'પંચાયત'ના સર્જકો દીપક કુમાર મિશ્રા તથા અરુનાભ કુમારે ડિરેક્ટર કરી છે. આથી, ફિલ્મ ચાહકોને તેના માટે બહુ મોટી આશા છે. પરંતુ, સિદ્ધાર્થ મલ્હોત્રા બોક્સ ઓફિસ પર કોમર્શિયલી સેલેબલ સ્ટાર ગણાતો નથી. તેનું એવું કોઈ ખાસ ફેન ફોલોઈંગ પણ નથી કે તેના નામ પર લોકો ફિલ્મ જોવા દોડી જાય. આ સંજોગોમાં ફિલ્મ સર્જકો કોઈ જોખમ લેવા માગતા નથી. 'વીવન' લોકકથા પર આધારિત ફેન્ટસી ફિલ્મ હોવાનું કહેવાય છે.


