Get The App

સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્નાની ફિલ્મ Yodhaનું ગીત 'જીંદગી તેરે નામ' રિલીઝ

Updated: Feb 24th, 2024

GS TEAM


Google News
Google News
સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્નાની ફિલ્મ Yodhaનું ગીત 'જીંદગી તેરે નામ' રિલીઝ 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 24 ફેબ્રુઆરી 2024 શનિવાર

સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્નાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'યોદ્ધા' ઘણા સમયથી ચર્ચામાં છે. જેની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફિલ્મનું મોસ્ટ અવેટેડ નવુ રોમેન્ટિક ગીત 'જિંદગી તેરે નામ' રિલીઝ થઈ ચૂક્યુ છે. થોડા જ સમય પહેલા રિલીઝ થયેલા આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યુ છે. ગીતમાં રાશિ ખન્ના અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચેની રોમેન્ટિક કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

રિલીઝ થયેલા ગીતના વીડિયોને થોડા જ સમયમાં ઘણા વ્યૂઝ અને લાઈક્સ મળી ગઈ છે. સાથે જ યૂઝર્સ કમેન્ટ્સ કરીને ગીતના ખૂબ વખાણ કરી રહ્યા છે અને સાથે જ રાશિ અને સિદ્ધાર્થની કેમેસ્ટ્રી માટે પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. ગીતના વીડિયોમાં સિદ્ધાર્થ અને રાશિ લાંબી પગપાળા મુસાફરી અને ટેન્ટમાં રહેવાથી લઈને દિલ્હી અને અન્ય સ્થળો પર બાઈકની સવારીનો આનંદ લેવા સુધી ઘણા રોમેન્ટિક પળ શેર કરતા નજર આવી રહ્યા છે.

ગીતને ચાહકોનો પ્રેમ મળી રહ્યો છે

નિર્માતાઓએ શનિવારે યોદ્ધાના ગીત 'જિંદગી તેરે નામ' ના ગીતનો વીડિયો જારી કરવાનો નિર્ણય કર્યો. જેમાં સિદ્ધાર્થ અને રાશિના પાત્રને બેકગ્રાઉન્ડ પર સુંદર પહાડોની સાથે સમય પસાર કરતા જોઈ શકાય છે. ગીતના બોલ કૌશલ કિશોરે લખ્યા છે અને ગીતને વિશાલ મિશ્રાએ ગાયુ છે. સિદ્ધાર્થ જેઓ તાજેતરમાં જ વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટીની સાથે વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં નજર આવ્યા હતા. એકવાર ફરી કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા સમર્થિત યોદ્ધામાં એક્શન મોડમાં દેખાવાના છે.

આ વર્ષે માર્ચમાં રિલીઝ થશે ફિલ્મ

સાગર અંબ્રે અને પુષ્કર ઓઝા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ માર્ચ 2024માં થિયેટર્સમાં રિલીઝ થવાની છે. જેને લઈને ચાહકો પણ ખૂબ ઉત્સુક નજર આવી રહ્યા છે. યોદ્ધામાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના સિવાય દિશા પટાણી પણ મુખ્ય ભૂમિકામાં નજર આવવાના છે. કરણ જોહર અને ફિલ્મના કલાકારોએ તાજેતરમાં જ અપકમિંગ ફિલ્મ યોદ્ધાનું ટીઝર જારી કર્યુ હતુ. એક મિનિટની આ ક્લિપમાં સિદ્ધાર્થને એર ઈન્ડિયાની ઉડાનમાં મુસાફરોને બચાવવા માટે હવામાં લડતા બતાવાયા હતા. ફિલ્મના ટીઝરને ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતુ.

Tags :