સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને ત્યાં પુત્રીનો જન્મ
- દીપિકા, આલિયા પછી કિયારાને પણ દીકરી
- ચાહકો સિયારા અને સિદ્ધિકા અને સિતારા જેવા નામો પણ સૂચવવા લાગ્યાં
મુંબઇ : સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને ત્યાં દીકરીનો જન્મ થયો છે. કિયારાએ મંગળવારે સાઉથ મુંબઈની એક હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. તેને નોર્મલ ડિલિવરી થઈ હતી. બુધવારે સિદ્ધાર્થ અને કિયારાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકો સાથે આ ખુશ ખબર શેર કર્યા હતા.
અસંખ્ય બોલીવૂડ સેલિબ્રિટીઓએ કપલને માતા પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.