સિદ્ધાર્થ મલ્હોત્રાએ બોલીવૂડ ડાન્સરોને મદદ કરી
- અભિનેતાએ 200 ડાન્સરના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 31 મે 2020, રવિવાર
હાલ દેશમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ દૈનિક વેતન મેળવનારા લોકો હેરાનપરેશાન થઇ ગયા છે.કલાકારો પોતપોતાની રીતે આર્થિક સહાય કરી રહ્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ પોતાના મેનેજર દ્વારા બોલીવૂડના ડાન્સર્સોની વહારે આવ્યો છે.
એક સમયનો બેકગ્રાઉન્ડ ડાન્સર અન ેહવે કોઓર્ડિનેટર બનેલા ડાન્સરે જણાવ્યું હતું કે, સિદ્ધાર્થે અમારી ટીમના ૨૦૦ ડાન્સર્સોને મદદ કરી રહ્યો છે. અમે આર્થિક તંગીમાં છીએ એવો અમારો વીડિયો વાયરલ થતા જ તેણે અમારી પરિસ્થિતિનો તાગ કાઢ્યો હતો અને પછી અમારો સંપર્ક કર્યો હતો. તેના મનેજરે અમારી સાથે વાતચીત કરી હતી અન ેઅમારા ખાતામાં રૂૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, ૧૯ માર્ચથી જ ફિલ્મોનું શૂટિંગ બંધ થઇ ગયું છે અને હજી ચાલુ થતા પણ સમય નીકળી જશે. એવામાં ડાન્સર્સોને પોતાના ઘરે જવાની સલાહ આપવામાં આવી છે. અહીં હવે હાલ આવકનું કોઇ સાધન ન હોવાથી ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે.
કરણ જોહરે પણ પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના ડાન્સર્સોને મદદ કરી હતી.આ ઉપરાંત ૮૦૦ બેરગ્રાઉન્ડ ડાન્સર્સની ટીમને પણ મદદ કરવા બોલીવૂડ એકટર્સો આગળ આવ્યા છે.