Get The App

સિદ્ધાર્થ મલ્હોત્રા, દિશા પટાણીની 'યોદ્ધા' પાછી ઠેલાઈ

Updated: Apr 27th, 2023

GS TEAM

Google News
Google News
સિદ્ધાર્થ મલ્હોત્રા, દિશા પટાણીની 'યોદ્ધા' પાછી ઠેલાઈ 1 - image


- જુલાઈને બદલે હવે સપ્ટેમ્બરમાં રીલીઝ થશે

- સિદ્ધાર્થની ફિલ્મ પણ ટિકિટબારી પર ચાલી શકે છે તેવું પુરવાર કરવા કરણ જોહરે તારીખ બદલી

મુંબઇ : સિદ્ધાર્થ મલ્હોત્રા અને દિશા પટાણીની  ફિલ્મ 'યોદ્ધા' હવે આગામી જુલાઈને બદલે સપ્ટેમ્બર માસમાં રીલીઝ કરવામાં આવશે. અન્ય ફિલ્મો સાથે સંઘર્ષ ના થાય તે માટે રીલીઝ પાછી ઠેલાઈ છે.  ફિલ્મ 'શેરશાહ'ની સફળતા પછી સિદ્ધાર્થ મલ્હોત્રા  ફરી કરણ જોહરની આ એકશન ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ  ફિલ્મ એરોપ્લેનના હાઇજેક પર આધિરત છે. આ ફિલ્મથી સાગર અમરે અને પુષ્કર ઓઝા દિગ્દર્શક તરીકે ડેબ્યુકરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ પુરુ થઇ ગયું છે અને હવે તેનું પોસ્ટ-પ્રોડકશન કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મની રિલીઝ તારીખ ૭ જુલાઇ, ૨૦૨૩ હતી. પરંતુ  હવે આ ફિલ્મની રિલીઝ તારીખમાં કરણ જોહરે ફેરફાર કરીને ૧૫ સપ્ટેમ્બર કરી છે. 'શેરશાહ' સીધી ઓટીટી પર રજૂ થઈ હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા પણ એક સફળ કલાકાર છે તેવું કરણ જોહર પુરવાર કરવા માગે છે. 

આથી, તેણે જુલાઈને બદલે આગળ પાછળ બીજી કોઈ મોટી ફિલ્મ ટકરાય નહિ તે રીતે નવી તારીખ નક્કી કરી છે. 

Tags :