Get The App

સિદ્ધાર્ષ મલ્હોત્રા ફરી રોમાન્ટિક ફિલ્મ તરફ વળ્યો

Updated: Aug 30th, 2024

GS TEAM

Google News
Google News
સિદ્ધાર્ષ મલ્હોત્રા ફરી રોમાન્ટિક ફિલ્મ તરફ વળ્યો 1 - image


- રોમાન્ટિક હિરો તરીકે જ શરૂઆત કરી હતી

- બે-ચાર ફિલ્મો પછી પણ એક્શન હિરો તરીકે બહુ દાળ ન ગળી

મુંબઇ : સિદ્ધાર્થ મલ્હોત્રાએ 'મિશન મજનુ', 'યોદ્ધા' અને 'ઇન્ડિયન પોલીસ ફોર્સ' જેવા પ્રોજેક્ટસમાં કામ કરીને એકશન દ્રશ્યો ભજવ્યા હતા. હવે અભિનેતા ફરી એક લવસ્ટોરીમાં કામ કરીને  રૂપેરી પડદે રોમાન્સ કરતો જોવા મળવાનો છે. 

તે હાલ દિનેશ વિજનની એક રોમાન્ટિક ફિલ્મમાં કામ કરવા વાટાઘાટો કરી રહ્યો છે. તેને  સ્ક્રીપ્ટ પસંદ પડી છે. તેની સામે હિરોઈન તથા અન્ય બાબતો હવે પછી નક્કી થશે. 

સિદ્ધાર્થે  કારકિદીની શરુઆત ર્ રોમેન્ટિક  રોલ ભજવીને કરી હતી. તેણે ૨૦૧૨માં 'સ્ટુડન્ટ ઓફ  ધ યર'માં કામ કર્યુ ંહતું જે કેમ્પસ રોમાન્સ પર આધારિત હતી. તેણે ૨૦૧૪ અને ૨૦૧૬માં 'હસી તો ફસી' અને 'બાર બાર દેખો'માં કામ કર્યું હતું.  એક્શન હિરો તરીકે પોતે સફળ નહિ થાય તેમ લાગતાં તેણે ફરી રોમાન્ટિક ભૂમિકાઓ પર નજર દોડાવી છે. 

Tags :