સિદ્ધાંત ચતુર્વેદીએ એકશન ફિલ્મ સાઇન કરી
- ગલી બોયથી લોકપ્રિયતા મેળવનાર અભિનેતા ફટાફટ ફિલ્મો સાઇન કરી રહ્યો છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 23 જૂન 2020, મંગળવાર
દિગ્દર્શક ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોયમાં કામ કરીન ેસિદ્ધાંત ચતુર્વેદી લોકપ્રિય થઇ ગયો છે. આ પછી તેને ટોચના નિર્માતાઓ સાઇન કરી રહ્યા છે. હજી થોડા દિવસો પહેલા યશરાજ બેનરે બંટી ઔર બબલી ટુમાં તેને સાઇન કર્યો છે. હવે જાણકારી છે કે કે તેણે એક એકશન ફિલ્મ સાઇન કરી છે જે આ વરસના અંત સુધીમાં શરૂ કરવાની યોજના છે.
ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે સોશિયલ મીડિયાના પોર્ટલને જણાવ્યું હતું કે, સિદ્ધાંત ચતુર્વેદીની એકશન ફિલ્મને બીગ બજેટમાં બનાવાની તૈયારી છે. જેના શૂટિંગનો મોટા ભાગનો હિસ્સો ભારતની બહાર કરવામાં આવશે. દુનિયાની પરિસ્થિતિ સામાન્ય બનશે પછી જ શૂટિંગ શરૂ કરવાની યોજના છે. જોકે ફિલ્મસર્જકે અંદાજે ૨૦૨૦ના અંતમાં શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
આ ફિલ્મને રિતેશ સિદ્ધવાની અને ફરહાન અખ્તર નિર્માણ કરવાના છે. કહેવાય છે કે સિદ્ધાંતને આ ફિલ્મથી એક નવી ઓળખ મળશે. આ માટે સિદ્ધાંતને માર્શલ આર્ટસની તાલીમ લેવી પડશે.