સિદ્ધાંત ચતુર્વેદી દીપિકા પદુકોણ સાથે સ્ક્રિન શેર કરવા ઉત્સાહિત
- આગામી ફિલ્મમાં તે દીપિકા સાથે કામ કરી રહ્યો છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 25 જૂન 2020, ગુરુવાર
સિદ્ધાંત ચતુર્વેદીશકુન બાત્રાની ફિલ્મમાં દીપિકા પદુકોણ સાથે કામ કરવાનો છે. તેની કારકિર્દી જે રીતે આગળ વધી રહી છે તેનાથી અભિનેતા સંતુષ્ટ અને ઉત્સાહિત છે.
સિદ્ધાંતે દીપિકા સાથે કામ કરવા માટે જણાવ્યું હતું કે, હું દીપિકા સાથે કામ કરવા ઉત્સાહિત છું. આ ફિલ્મ એક એવી શૈલીની છે જેને હજી સુધી સિનેમાઘરોમાં જોવા મળી નથી. ફિલ્મ પર બહુ ઝીણવટથી કામ કરવામાં આવ્યું છે. શકુન એક શાનદાર દિન્ગદર્શક છે. આ નવા માનાની ફિલ્મ છે. દીપિકા સાથે કામ કરવાની તક મળી એનાથી હું બહુ ખુશ છું. આ એક રોમેન્ટિક થ્રિલર છે. આ એક મઝેદાર ફિલ્મ છે.
સિદ્ધાંત આ ઉપરાંત બંટી ઔર બબલી ટુમાં પણ કામ કરી રહ્યો છે. જેમાં તે રાણી મુખર્જી, સૈફઅલી ખાન અને પંકજ ત્રિપાઠી સાથે કામ કરવાનો છે. તેણે કહ્યું હતું કે, આ એક હળવી ફિલ્મ છે જે લોકોને માનસિક તાણમાંથી બહાર કાઢશે.