Get The App

શ્વેતા ત્રિપાઠીએ હસ્તમૈથુનનો શોટ આપ્યો

-વેબ સિરિઝ મિર્ઝાપુરમાં જોવા મળશે

-અગાઉ આ પ્રકારના સીન ફિલ્મો-સિરિયલોમાં જોવા મળ્યા નથી

Updated: Nov 10th, 2018

GS TEAM

Google News
Google News
શ્વેતા ત્રિપાઠીએ હસ્તમૈથુનનો શોટ આપ્યો 1 - image

મુંબઇ તા.10 નવેંબર 2018 શનિવાર

અભિનેત્રી શ્વેતા ત્રિપાઠીએ નેટફ્લીક્સની ક્રાઇમ ડ્રામા ગણાવાતી સિરિયલ મિર્ઝાપુર માટે હસ્તમૈથુન (માસ્ટરબેશન)નો શોટ આપ્યો હોવાની જાણકારી મળી હતી.

મિર્ઝાપુર સિરિઝમાં મહિલાઓની જાતીય અપેક્ષાનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ ફિલ્મો કે સિરિયલોમાં આ પ્રકારના બોલ્ડ સીન બહુ ઓછા જોવા મળ્યા હતા.

આ સીનની માહિતી આપતાં એક યુનિટ મેમ્બરે કહ્યંુ કે શ્વેતાએ ડાયરેક્ટર ગુરમીત સિંઘ પાસે આખ્ખો સીન સમજી લીધો હતો અને જરાય સંકોચ કે શરમ વિના આ સીન કરી બતાવ્યો હતો. સેટ પર હાજર રહેલા સૌએ શ્વેતાના અભિનયને બિરદાવી લીધો હતો એવું જાણવા મળ્યું હતું.

આ વેબ સિરિઝમાં અલી ફઝલ લખનઉ અને બનારસ વિસ્તારના એક ડ્રગ લોર્ડ કમ માફિયાનો રોલ કરી રહ્યો છે અને એ માટે એણે પોતાનું નામ તથા ગેટપ  બદલીને આ વિસ્તારોની મુલાકાત લીધી હતી. એને અંધારી આલમના એેક દાદાનો સંપર્ક થઇ જતાં એને પોતાનો રોલ કરવામાં ઘણી સરળતા રહી હતી એવું પણ જાણવા મળ્યું હતું.


Tags :