શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સલમાન ખાનની ફિલ્મમાં જોવા મળશે


- સગાવાદના કકળાટ પછી પણ વધુ એક સ્ટારકિડનું રૂપેરી પડદે ડેબ્યુ

- કહેવાય છે કે, સલમાને જાતે જ પલકને મહત્વના રોલમાં કાસ્ટ કરી છે

મુંબઇ : મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં સગાવાદના કકળાટ વારંવાર થતા હોવા છતાં બોલીવૂડના માંધાતાઓ  સ્ટારકિડને જ પ્રથમ પસંદગી આપે છે. હવે આ યાદીમાં શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીનું નામ આવી ગયું છે. તેનો ગોડફાધર સલમાન ખાન બન્યો છે અને તેને પોતાની ફિલ્મમાં મહત્વનો રોલ આપ્યો છે. 

સલમાન ખાનની આગામી ફિલ્મ કભી દિ કભી દિવાલી જેનું નામ તેણે હવે બદલીને ભાઇજાન રાખ્યું છે, તેમાં પલક તિવારીની એન્ટ્રી થઇ ગઇ છે. પલકે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

પલકને કારકિર્દીમાં બહુ મોટી તક મળી છે.  તેણે હાર્ડી સંધૂ સાથે બિજલી બિજલી ગીત કર્યા પછી તે ચર્ચામાં આવી છે. તેણે  સલમાનની અંતિમ ઃ ધ ફાઇનલ ટૂથમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

રિપોર્ટના અનુસાર, સલમાન ખાને પોતે જ પલકને કાસ્ટ કરી છે. તેને ફિલ્મમાં મહત્વનો રોલ આપવામાં આવ્યો છે. પલક આ ફિલ્મમાં પંજાબી સિંગર અને એકટર જસ્સી ગિલના ઓપોઝિટ જોવા મળવાની છે. સૂત્રોના અનુસાર, આ ફિલ્મમાં પલક અને જસ્સી પર એક ગીત પણ ફિલ્માવવામાં આવશે. 

સલમાન ખાનની આ ફિલ્મમાં સલમાન ખાન, શહનાઝ ગિલ, પલક તિવારી, જસ્સી ગિલ, પૂજા હેગડે તેમજ અન્યો જોવા મળવાના છે. 

ઉલ્લેખનીય છે કે, સલમાનના રિયાલિટી શો બિગ બોસ ૧૫માં પણ પલક જોવા મળી હતી. જ્યારે તેની માતા શ્વેતા તિવારી બિગ બોસ ૪ની વિનર રહી ચુકી છે. 

City News

Sports

RECENT NEWS