Get The App

શ્વેતા તિવારી રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇનનો હિસ્સો બનશે

Updated: Jan 7th, 2024

GS TEAM


Google News
Google News
શ્વેતા તિવારી રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇનનો હિસ્સો બનશે 1 - image


- આ ફિલ્મમાં તે ઇન્ટેલિજન્સ ઓફિસરના રોલમાં જોવા મળશે

મુંબઇ : શ્વેતા તિવારી રોહિત શેટ્ટીની વેબ સીરીઝ પછી તેની આગામી ફિલ્મ સિંઘમ અગેઇનનો પણ હિસ્સો બની છે. અભિનેત્રી આ ફિલ્મમાં ઇન્ટલિજન્સ ઓફિસરના રોલમાં જોવા મળવાની છે. ઉલ્લેખનીય છે કે, સિંઘમ અગેઇનમાં અજયદેવગણ, અક્ષય કુમાર, રણવીર સિંહ, અર્જુન કપૂર, કરીના કપૂર ખાન, ટાઇગર શ્રોફ અને દીપિતા પદુકોણ કામ કરી રહ્યા છે, તેવામાં શ્વેતાનો વધુ એક ઉમેરો થયો છે. 

શ્વેતા તિવારીએ આ રોલ માટે જણાવ્યુ હતું કે, મને રોહિત શેટ્ટી સાથે તેની વેબ સીરીઝમાં કામ કરતા હતા ત્યારે મને રોહિત શેટ્ટીએ મજાકમાં કહ્યુ હતું કે, તું મને સેટ પર નિયમિત ખાવાનું આપીશ તો હું તને  મારી આગામી ફિલ્મનો હિસ્સો બનાવીશ. મને તેમણે સિંઘમ અગેઇનનો હિસ્સો બનાવી તેનો આનંદ છે. 

અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તેને રોહિત સાથે ખતરોં કે ખિલાડીમાં પણ કામ કરવાનો બહુ આનંદ આવ્યો હતો. પછીથી તેને રોહિતની વેબ સીરીઝ કોપ યુનિવર્સમાં કામ કરવાની ઓફર મળી હતી. તેણે પોતાના રોલ વિશે જાણ્યા વિના જ સીરીઝમાં કામ કરવાની હા પાડી દીધી હતી.

Tags :