'મારો પરિવાર નાસ્તિક, હું વિક્કા ધર્મનું પાલન કરું છું જેમાં મેલી વિદ્યા...', સ્ટાર અભિનેત્રીનો ઘટસ્ફોટ
Image Source: Twitter
Shruti Haasan: શ્રૃતિ હાસન એક એવી અભિનેત્રી છે જે પોતાની પર્સનલ લાઈફ, લવ લાઈફ અને પોતાના ભૂતકાળ વિશે ખુલીને વાત કરે છે. તે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપવામાં અચકાતી નથી. હવે શ્રૃતિ હાસને પોતાના બાળપણ વિશે વાત કરી છે અને કહ્યું કે હું એક નાસ્તિક પરિવારમાંથી આવું છું. જ્યાં ભગવાન અને પૂજામાં બહુ વિશ્વાસ નથી.
અમે એક નાસ્તિક ઘરમાં ઉછર્યા
એક યુટ્યુબરને આપેલા ઈન્ટરવ્યૂમાં શ્રૃતિ હાસને ઘણા વિષયો પર વાત કરી હતી. પોતાના બાળપણના દિવસો વિશે વાત કરતા શ્રૃતિએ પોતાના બાળપણને થોડું અસ્તવ્યસ્ત અને અરાજક બતાવ્યું હતું. તેણે કહ્યું કે, અમે એક નાસ્તિક ઘરમાં ઉછર્યા હતા. એક બિનધાર્મિક ઘરમાં. જ્યારે હું આ કહું છું ત્યારે મારા પિતાને નફરત છે, પરંતુ અમારા ઘરમાં કોઈ ભગવાન નહોતા. એ બધું ન હોતું જે બીજા ઘરોમાં હોય છે. ભગવાનમાં કે કોઈ ધર્મ માનવામાં નહોતું આવતું. ક્યાંક મારા બાળપણના મનમાં મને ખબર હતી કે કલા એ ભગવાન છે. અઠવાડિયાનો દરેક દિવસ કલા માટે કંઈક કરવું હતું અને કલાને સમર્પિત હતો.
આ પણ વાંચો: પૈસા ન બચ્યા એટલે રોટલી અને ડુંગળી...', જાણીતા એક્ટરે સંઘર્ષના દિવસો યાદ કર્યા
હું વિક્કા ધર્મનું પાલન કરું છું
અભિનેત્રીએ કમલ હાસનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પપ્પાએ મને કોઈપણ દખલ વિના મારી માન્યતાઓને સમજવાની સ્વતંત્રતા આપી. હા, હું વિક્કા ધર્મનું પાલન કરું છું, જેમાં મેલીવિદ્યાનો સમાવેશ થાય છે. જોકે, પપ્પાને જ્યોતિષ શબ્દ સાંભળવાનું પણ પસંદ નથી. જો તમે મારા પિતા સાથે જ્યોતિષ વિશે વાત કરો છો તો તેઓ કહેતા કે બહાર નીકળો. તેઓ ખૂબ જ પ્રેક્ટિકલ છે. તેઓ ડૉક્ટરો કરતાં લોકોને વધુ સારી રીતે સમજી શકે છે કારણ કે તેઓ ચાર વર્ષની ઉંમરથી અભિનય કરી રહ્યા છે અને મારા માતા પણ. તેઓ લોકોના ફેસ રીડ કરી શકે છે. ડૉક્ટરો અને મનોવૈજ્ઞાનિકો કરતા વધુ સારી રીતે. તેઓ માનવી તરીકે વધુ સ્વયંસ્ફુરિત બની ગયા છે. તેઓ ઉંમર સાથે નરમ પડયા છે.