Get The App

હિંદી દ્રશ્યમ થ્રીની કાસ્ટમાં શ્રેયસ તળપદેનો પણ ઉમેરો

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
હિંદી દ્રશ્યમ થ્રીની કાસ્ટમાં  શ્રેયસ તળપદેનો પણ ઉમેરો 1 - image

- પાર્ટ ટુમાં અક્ષય ખન્નાની એન્ટ્રી થઈ હતી

- જોકે, શ્રેયસ તળપદેની ભૂમિકાની વિગતો જાહેર નહિ,અન્ય કલાકારો રીપિટ થશે

મુંબઇ : અજય દેવગણની 'દ્રશ્યમ થ્રી'માં શ્રેયસ તળપદેની પણ એન્ટ્રી થઈ છે. જોકે, તેની ભૂમિકા વિશે વધુ સ્પષ્ટતા કરાઈ નથી. 

આ ફિલ્મના પાર્ટ ટુમાં અક્ષય  ખન્નાનો રોલ ઉમેરાયો હતો. તેમ હવે પાર્ટ થ્રીમાં શ્રેયસ તળપદેનો રોલ ઉમેરાયો છે. 

ફિલ્મમાં તબ્બુ, રજત કપૂર, શ્રીયા શરણ, ઈશિતા દત્તા સહિતના મોટાભાગના કલાકારો રીપિટ થવાના છે. 

મલયાલમ વર્ઝનના ડાયરેક્ટર જીતુ જોસેફે ત્રીજા ભાગની ફિલ્મની સ્ક્રિપ્ટમાં અનેક ફેરફારો થયા હોવાની જાહેરાત કરી હતી. જોકે, હિંદી વર્ઝનના સર્જકો દ્વારા આવી કોઈ વિગતો જાહેર કરાઈ નથી.