Get The App

શ્રદ્ધા ઝોટોપિયા-ટુમાં અવાજ આપીને હોલિવૂડમાં ડેબ્યુ કરશે

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
શ્રદ્ધા ઝોટોપિયા-ટુમાં અવાજ આપીને હોલિવૂડમાં ડેબ્યુ કરશે 1 - image

- શ્રદ્ધા છોટી સ્ત્રી, સ્ત્રી 3, ચાલબાઝ ઇન લંડન જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે

મુંબઇ: શ્રદ્ધા કપૂરને હોલીવૂડના એક મોટા પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી છે. તેણે  સોશયલ મીડિયાના હેન્ડલ પર પોતાની આ ખુશી જાહેર કરી છે. 

શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ જૂટોપિયા ટુનુંએક પોસ્ટર શેર કર્યું હતું. તેણે સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ઝૂટોપિયા ટુ પરિવારમાં સામેલ થવા માટે ઉત્સાહિત છું. તેણે વધુમાં લખ્યું હતું કે, જૂડી હોપ્સ જેવી એનર્જેટિક, બહાદુર અને ક્યૂટ કેરેકટરને મારો અવાજ આપવો એ મારા માટેએક શમણાંસમાન છે. 

શ્રદ્ધા કપૂરે સાથેસાથે ફિલ્મની રિલીઝ ૨૮ નવેમ્બરના રોજ રિલીઝ થશે એ પણ સ્પષ્ટ કર્યું હતું. 

શ્રદ્ધા ઝૂટોપિયા ટુ ઉપરાંત છોટી સ્ત્રી,  સ્ત્રી ૩,ચાલબાઝ ઇન લંડન જેવી ફિલ્મોમાં જોવા મળશે.