Get The App

શ્રદ્ધા કપુર નાગિનનું શૂટિંગ એપ્રિલથી શરૂ કરશે

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
શ્રદ્ધા કપુર નાગિનનું શૂટિંગ એપ્રિલથી શરૂ કરશે 1 - image

- ઈથાનું શૂટિંગ માર્ચ સુધી લંબાઈ ગયું

- નાગિનમાં વીએફએક્સનો મહત્તમ ઉપયોગ, અન્ય કલાકારોની જાહેરાત બાકી

મુંબઇ : શ્રદ્ધા કપૂર તેની નવી ફિલ્મ 'નાગિન'નું શૂટિંગ આગામી એપ્રિલથી શરુ કરશે. તેની 'ઈથા' ફિલ્મનું શૂટિંગ માર્ચ માસ સુધી લંબાઈ જતાં તે પછી જ તે નવી ફિલ્મનાં શૂટિંગ માટે તારીખો ફાળવી શકશે. 

'નાગિન' એક ફેન્ટસી ફિલ્મ છે. આ ફિલ્મમાં વિઝ્યુઅલ ઈફેક્ટસનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. જોકે, ફિલ્મના અન્ય કલાકારોની વિગતો હજુ બહાર આવી નથી. 

શ્રદ્ધા ફિલ્મ 'ઇથા'માં  તમાશા અને લાવણી નૃત્યાંગના વિઠાબાઇ નારાયણગાઉંકરની ભૂમિકા ભજવી રહી છે.  આ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન શ્રદ્ધાને ઇજા થઇ હતી. પરિણામે થોડા સમય માટે શૂટિંગ અટકી ગયું હતું.જોકે, શ્રદ્ધાએ ઈજા પછી પણ શૂટિંગ આગળ ધપાવતાં શિડયૂલ ખાસ લંબાવવું પડયું નથી.