સૈયારા સે આશિકી હો ગઈ હૈ મુજે... શ્રદ્ધા કપૂરે ફિલ્મ જોયા પછી વ્યક્ત કરી લાગણી
વાઈરલ વીડિયોમાં શ્રદ્ધા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે. તેની સાથે રાહુલ પણ છે. બંને કૅમેરાથી બચી થિએટરની બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. તે પહેલાં, શ્રદ્ધાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર થિએટરની એક વીડિયો ક્લિપ શેર કરી હતી, જેમાં તે ‘સૈયારા’ ફિલ્મ જોઈ રહી છે. તેણે અહાન પાંડેના ડેબ્યૂની પ્રશંસા કરી લખ્યું, 'સૈયારા સે આશિકી હો ગઈ હૈ મુજે'.
શ્રદ્ધાએ કર્યા 'સૈયારા'ના વખાણ
શ્રદ્ધાએ સ્ટોરીમાં અહાન પાંડે, અનિત પડ્ડા અને મોહિત સૂરીને ટેગ કરી અન્ય એક સ્ટોરીમાં લખ્યું કે 'આ ફિલ્મ એક જાદુ છે, ઘણા સમય પછી મેં કોઈ એવી ફિલ્મ જોઈને ખૂબ જ ઈમ્પ્રેસ થઇ છું.’
શ્રદ્ધાએ આગળ લખ્યું કે 'પ્યૉર સિનેમા, પ્યૉર ડ્રામા, પ્યૉર મૅજિક. ઉફ્ફ, ઘણાં સમય પછી ઇમોશનલ ફિલ કરું છું. આ મોમેન્ટ માટે હું આ ફિલ્મ પાંચ વખત જોવા જઈશ.’
શ્રદ્ધા કપૂર રાહુલ મોદીને કરી રહી છે ડેટ?
શ્રદ્ધા અને રાહુલની વાત કરીએ તો, તેમના રિલેશનશિપની અફવા વર્ષ 2024થી શરૂ થઇ હતી, જ્યારે તે બંને ઘણી વાર જાહેરમાં એક સાથે જોવા મળ્યા છે. જો કે શ્રદ્ધાએ ડેટિંગની અફવાઓ પર સત્તાવાર નિવેદન આપ્યું નથી, પણ તેણે હાલમાં જ તેના જીવનમાં એક મહત્ત્વના સંબંધનો સંકેત આપ્યો છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘મને મારા પાર્ટનર સાથે સમય ગાળવો, ફિલ્મ જોવી, ડિનર પર જવું ગમે છે.’