સિદ્ધાર્થ અને દિગ્દર્શકના મતભેદોથી વીવન ફિલ્મના શૂટિંગમાં વિલંબ
મુંબઈ: એકતા કપૂરનાં પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'વીવન'નું શૂટિંગ ઘોંચમાં પડયું હોવાનું કહેવાય છે. ફિલ્મનાં શૂટિંગ બાબતે હિરો સિદ્ધાર્થ મલ્હોત્રા અને દિગ્દર્શક દીપક કુમાર મિશ્રા વચ્ચે મતભેદો સર્જાતાં શૂટિંગ શિડયૂલ ઠેલાયું હોવાનું કહેવાય છે. આ ફિલ્મનું એક શિડયૂલ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે બીજું શિડયૂલ ઓગસ્ટમાં છે. મૂળ પ્લાનિંગ પ્રમાણે આ ફિલ્મ આ વર્ષે દિવાળી વખતે રીલિઝ થવાની હતી પરંતુ હવે તેની રીલિઝ આશરે છ માસ પાછી ઠેલાઈ ગઈ હોવાનું કહેવાય છે. એક તબક્કે એવી પણ ચર્ચા હતી કે દીપક કુમાર મિશ્રાએ આ ફિલ્મ છોડી દીધી છે.
જોકે, તેમણે એવો દાવો કર્યો હતો કે પોતે ફિલ્મ છોડી નથી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પણ પોતાના કોઈ મતભેદો નથી.
આ ફિલ્મમાં સિદ્ધાર્થની હિરોઈન તરીકે સારા અલી ખાન સિલેક્ટ થઈ હતી. જોકે, તેણે થોડા સમય બાદ ફિલ્મ છોડી દેતાં હવે તેની જગ્યાએ તમન્ના ભાટિયા હિરોઈન તરીકે કામ કરી રહી છે.