ધ કપિલ શર્મા શોનું શૂટિંગ જુલાઇના મધ્યમાં શરૂ થાય તેવી વકી
- લોકડાઉન પછીના પહેલા જ એપિસોડમાં સોનૂ સૂદ મહેમાન તરીકે આવે તેવી ચર્ચા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 06 જુલાઈ 2020, સોમવાર
ટચૂકડા પડદાની ઘણી સીરિયલોના શૂટિંગ શરૂ થઇ ગયા છે. તેવામાં ધ કપિલ શર્મા શોના શૂટિગની શરૂઆત થવાની પણ વાત આવી છે. તાજા રિપોર્ટના અનુસાર કપિલ શર્મા શોનું શૂટિંગ જુલાઇ મધ્યથી શરૂ થાય તેવી સંભાવના છે. આ પહેલા એવી ચર્ચા પણ હતી કે, કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને આ શોમાં ઘણા ફેરફાર કરવામાં આવવાના છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા ઓડિયન્સને સેટ પર બોલાવામાં આવવાના નથી.
લોકડાઉન પછીના ધ કપિલ શર્મા શોના પહેલા એપિસોડમાં સોનૂ સૂદની મહેમાન તરીક ેએન્ટ્રી થવાની છે. હાલના કોરોના રોગચાળા અને લોકડાઉન દરમિયાન સોનૂ રિયલ લાઇફમાં હીરો બની ગયો છે. તેણે ઘણા શ્રમિકોને પોતાના વતન અને ઘર ભેગા કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. શરૂઆતમાં તો સોનૂએ પોતે જ સઘળો ખરચો ભોગવ્યો હતો.જોકે પછીથી તેને આ કામમાં ડોનેશન મળવાની શરૂઆત થઇ હતી.