શિલ્પા શિરોડકરની કારને પ્રાઈવેટ બસની ટક્કર
- કારને નુકસાન પણ શિલ્પાના સ્ટાફનો બચાવ
- બસ કંપનીએ ડ્રાઈવર પર દોષનો ટોપલો ઢોળ્યોઃ શિલ્પાએ પોલીસ ફરિયાદ આપી
મુંબઇ : મુંબઈમાં શિલ્પા શિરોડકરની કારને એક ખાનગી બસે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શિલ્પાના સ્ટાફનો આબાદ બચાવ થયો હતો. જોકે તેની કારને ભારે નુકસાન થયું હતું.
શિલ્પાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અકસ્માતની વિગતો આપી ફોટા શેર કર્યા હતા.
શિલ્પાએ જણાવ્યું હતું કે તેણે સંબંધિત બસ કંપનીનો સંપર્ક કર્યો હતો. પરંતુ, તેમણે હાથ અદ્ધર કરી દીધા હતી. તેમણે ડ્રાઈવર વ્યક્તિગત રીતે જ આ અકસ્માત માટે જવાબદાર હોવાનું જણાવ્યું હતું. આ પછી શિલ્પાએ અકકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કાયદેસર કાર્યવાહીમાં સહકાર બદલ તેણે પોલીસનો આભાર પણ માન્યો હતો.