મોહ માયાથી દૂર ગામડે જઈને વસી ગઈ શિલ્પા શિંદે, હવે કરે છે ખેતી, લગ્ન કરવાનો ઇનકાર
Arshi khan say about Shilpa Shinde: ઈન્ડિયન મૉડલ અને ટેલિવિઝન એક્ટ્રેસ અર્શી ખાન કોઈ પણ મુદ્દે બિંદાસ અભિપ્રાય આપવા માટે જાણીતી છે. જ્યારથી તે રિયાલિટી ટેલિવિઝન શો Big boss-11માં ભાગ લીધો છે, ત્યારથી તે લાઈમલાઇટમાં આવી હતી. આ જ શોમાં તેની દોસ્તી લોકપ્રિય ટેલિવિઝન શો 'ભાભીજી ઘર પર હૈ'ની એક્ટ્રેસ શિલ્પા શિંદે સાથે થઈ હતી. હાલમાં જ અર્શીએ એક ઇન્ટરવ્યૂમાં શિલ્પા શિંદેની દોસ્તી વિશે વાત કરી હતી.
શિલ્પાનો કોઇ બોયફ્રેન્ડ નથી
અર્શીએ જણાવ્યું કે Big boss-11 સિઝન પૂર્ણ થયા પછી તેની શિલ્પા સાથે દોસ્તી વધુ ગાઢ બની. બંને એક બીજાને પોતાની પર્સનલ લાઈફની વાતો શેર કરતી હોય છે. જ્યારે અર્શીને શિલ્પા શિંદેની દોસ્તી વિશે પૂછવામાં આવ્યું ત્યારે અર્શીએ કહ્યું કે,' મેં તેને ઘણી વખત કહ્યું કે લગ્ન કરી લે,પણ ખબર નહીં કેમ તે લગ્ન કરવા નથી ઇચ્છતી. તેનો ફોન એક સાઈડ પર પડ્યો હોય, મને નથી લાગતું કે તેનો કોઇ બોયફ્રેન્ડ હોય'.
તેને ઘણા લોકોએ દગો આપ્યો
અર્શીએ શિલ્પાની લાઈફસ્ટાઈલ વિશે વાત કરતાં કહ્યું,' બધાએ Big bossમાં જોયું હશે કે તે હંમેશા પોતાના કામથી મતલબ રાખતી હતી. મને એવું લાગે છે કે કદાચ ઇન્ડસ્ટ્રીમાં તેનો અનુભવ સારો નથી રહ્યો. એવું લાગે છે કે લોકો તેને ઘણી વાર દગો આપ્યો છે. એટલે તે ચાલી ગઈ, તે સારું જીવન જીવી રહી છે, કોઇ પણ વ્યક્તિ સામેથી વિવાદ નથી કરતી, અને નથી કોઇ વિવાદમાં ફસાવા માંગતી.’
શિલ્પા હવે ખેતી કરે છે
અર્શીએ જણાવ્યું કે,'શિલ્પા હવે મુંબઈ છોડીને કર્જત ચાલી ગઈ છે, તે ત્યાં ખેતી કરે છે. તેણે મને કહ્યું હતું કે તે હવે ખેડૂત બની ગઈ છે અને ખેતી કરીને પોતાનું જીવન મસ્ત જીવી રહી છે. તે મારા સંપર્કમાં હોય છે, તેની મારી સાથે વાત થતી રહે છે.'