- અભિનેત્રીને લગ્ન કરવાથી પોતાની કારકિર્દી ખતરામાં લાગતી હતી
મુંબઇ : શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા રિલેશનમાં હતા ત્યારે શિલ્પા માટે તેની કારકિર્દી મહત્વની હતી. તે પોતાના કામ પર વધુ ધ્યાન આપી રહી હતી. શિલ્પાને એ સમયે લાગ્યું હતું કે, તે લગ્ન કરી લેશે તો તેની કારકિર્દી પર ગંભીર અસર પડશે અને તે હંમેશા માટે રાજ પર નિર્ભર થઇ જશે.
શિલ્પાએ પોતે જ આ વાત એક ઇન્ટરવ્યુમાં કરી હતી.તેણે કહ્યું હતુ ંકે, ૧૭ વરસની વયથી જ મેં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આ પછી હું આગળ જ વધતી ગઇ હતી અને૩૨ વરસની વયે પણ લગ્ન કરવાનો નિર્ણય લઇ સકતી નહોતી.જોકે મને માતા બનવાની ઇચ્છા હોવાથી મારા માટે લગ્ન કરવા જરૂરી હતા. પરંતુ એ સમયે મને લાગ્યું હતું કે, ેક પત્ન,એક માતા અને વહુ બનવાથી મારી કારકિર્દીન અંત આવી જશે.
રાજે એ વખતે મને લગ્ન કરવા અથવા તો કાયમ માટે આ સંબંધને તોડી નાખવા પર વિચાર કરવાનું કહ્યું હતું. આ પછી મેં રાજ વિશે ગંભીરતાથી વિચાર્યું હતું અને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
જોકે લગ્ન પછી પણ શિલ્પા અને રાજની લવસ્ટોરી ઉતાર-ચઢાવ પર રી હતી.તેમને ત્યાં ૨૦૧૨માં પ્રથમ સંતાન પુત્ર વિવાનનો જન્મ થયો હતો. સાલ ૨૦૨૦મા શિલ્પા અને રાજે સરોગસી દ્વારા બીજા પુત્ર સમીષાના પેરન્ટસ બન્યા હતા.
જોકે હવે રાજ કુન્દ્રાનું નામ પોર્ન ફિલ્મોના નિર્માણ માટે ઉછળતાં બન્નેના સંબંધોમાં તિરાડની પુરી શક્યતા આવી ગઇ છે. પોલીસ જ્યારે રાજને લઇને બંગલે શિલ્પાની પુછપરછ કરવા આવી હતી ત્યારે બન્ને વચ્ચે ઊગ્ર બોલાચાલી થઇ હતી. શિલ્પાએ પતિને જોતા જ તારેઆવું બધું કરવાની શું જરૂર હતી ? શું તે આ બધુ કર્યું છે ? એવા પ્રશ્રો પુછ્યા હતા.


