શિલ્પા શેટ્ટીએ મહિલા પોલીસ સાથે સેલ્ફી લેવાનો ઇન્કાર કર્યો
- આવા વર્તન બદલ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર વખોડી કાઢવામાં આવી
મુંબઇ : શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુંદ્રાની સમસ્યાઓ અને આરોપો વધતા જ જાય છ.ે હાલમાં જ રાજ કુંદ્રાના ૬૦ કરોડથી વધુ રૂપિયાનું કોભાંડ બહાર આવ્યું છે. તેવામાં અભિનેત્રી શિલ્પાનો અહંકાર હજી પણ શમતો જોવા મળતો નથી. હાલમાં મંગળવારે અભિનેત્રી લાલ બાગચા રાજાના દર્શન કરવા ગઇ હતી તે દરમિયાન મહિલાપોલીસે પાછળથી તેના ખભે હાથ રાખીને સેલ્ફી લેવાની વિનંતી કરી હતી. જેને શિલ્પાએ નકારી કાઢી હતી. તેના બોડીગાર્ડોએ પણ મહિલા પોલીસને મેડમ એમ નહીં કરો કહીને ફોટો લેવાની ના પાડી હતી. વાયરલ થયેલી ક્લિપમાં શિલ્પા મંદિરમાં દર્શન કરવા આવી હતી. બોડીગાર્ડે તરત જ મેડમ યહ મત કરો, કહેતો પણ ક્લિપમાં સાંભળવા મળે છે. અભિનેત્રીને સોશયલ મીડિયાના યુઝર્સોએ ટ્રોલ કરી હતી.