Get The App

કેટરીના કૈફની કોપી કરવું શેહનાઝ ગિલને ભારે પડ્યું, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

Updated: Dec 8th, 2022

GS TEAM


Google News
Google News
કેટરીના કૈફની કોપી કરવું શેહનાઝ ગિલને ભારે પડ્યું, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ 1 - image


- લોકોએ શહેનાઝને 'કેટરિના કૈફ લાઈટ' જેવું ટાઈટલ પણ આપી દીધું

મુંબઈ, તા. 08 ડિસેમ્બર 2022, ગુરૂવાર

સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' (Kisi ka Bhai Kisi ki Jaan)થી ડેબ્યુ કરનાર બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ શહનાઝ ગિલે હાલમાં એક નવો વીડિયો રિલીઝ કર્યો છે. આ નવું સોન્ગ 'ઘની સયાની'માં એક્ટ્રેસ-સિંગરે એમસી સ્ક્વેર સાથે કોલૈબોરેટ કર્યું છે. આ સોન્ગના વીડિયોમાં શેહનાઝ ગિલનો એક લુક છે જેના માટે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં 'પંજાબ કી કેટરિના કૈફ'નો આ લુક કેટરિના કૈફના લૂક જેવો જ છે અને લોકોએ અભિનેત્રીને કેટરિનાની કેફની કોપી કરવાની વાત કહી છે.

શહેનાઝ ગિલે તાજેતરમાં MC સ્ક્વેર સાથે એક નવો મ્યુઝિક વિડિયો 'ઘની સ્યાની' રિલીઝ કર્યો છે. આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને ફેન્સને એક્ટ્રેસની મોડર્ન અને સેક્સી સ્ટાઈલ પસંદ આવી રહી છે. પરંતુ આ વીડિયોમાં એક લુક માટે શહેનાઝને ઘણી ટ્રોલ કરવામાં આવી છે અને તેને ઘણું સાંભળવું પડ્યું છે.

વીડિયોમાં શેહનાઝનો એક લુક છે જેમાં અભિનેત્રીએ લાલ રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે જેમાં ફ્રિન્જ લટકેલી છે. આ ચમકતા ડ્રેસ સાથે શેહનાઝે તેના કાનમાં મોટા હૂપ્સ પહેર્યા છે અને તેના વાળ પોનીટેલમાં બાંધેલા છે. જો કે આ લુક ખૂબ જ સ્ટાઇલિશ છે પરંતુ નેટીઝન્સ આ પહેલા ક્યાંક આ લુક જોઈ ચૂક્યા છે.

શહનાઝનો આ લુક કેટરીના કૈફની લેટેસ્ટ ફિલ્મ 'ફોન ભૂત'ના ગીત 'કિન્ના સોના'માં તેના લૂક જેવો જ છે. શહેનાઝનો વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર કેટરિના અને શહેનાઝના લુક્સની સરખામણી થવા લાગી અને લોકોએ શહેનાઝને 'કેટરિના કૈફ લાઈટ' જેવું ટાઈટલ પણ આપી દીધું. 


Tags :