ઈમ્તીયાઝ અલીની નવી ફિલ્મમાં હિરોઈન તરીકે શર્વરીની પસંદગી
- દિલજીત દોસાંઝ અને વૈદાંગ સહકલાકારો હશે
- ઈમ્તિયાઝ પ્રમાણમાં નવી પરંતુ લોકપ્રિય અને ટેલેન્ટેડ હિરોઈનની શોધમાં હતો
મુંબઇ : ઇમ્તિયાઝ અલી દિલજીત દોસાંઝ, વૈદાંગ રૈના અને નસીરૂદીન શાહ સાથે ફિલ્મ બનાવી રહ્યો હોવાની ચર્ચા છે. હવે નવાં અપડેટ મુજબ તેણે મુખ્ય અભિનેત્રી તરીકે શર્વરી વાઘને પસંદ કરી છે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવશે.
ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, ઇમ્તિયાઝને શર્વરીમાં આજની પેઢીને આકર્ષવાની ક્ષમતા જોવા મળી હોવાથી તેણે તેના નામ પર મહોર મારી દીધી છે. જોકે આ વિશે સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવી નથી. ઈમ્તીયાઝને પ્રમાણમાં નવી હોય અને તેમ છતાં પણ હાલની પેઢીમાં લોકપ્રિય હોય અને સાથે સાથે ટેલેન્ટેડ પણ હોય તેવી હિરોઈનની જરુર હતી. શર્વરી તેની આ તમામ કસોટી પર ખરી ઉતરી છે.