બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને પોતાની બાજુમાં જોઈ હરખઘેલી થયેલી આ હોલિવુડ એક્ટ્રેસે કહ્યુ, 'Oh My God'
- શાહરૂખ ખાને સાઉદી એરેબિયાના 'રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'માં હાજરી આપી હતી
મુંબઈ, તા. 03 ડિસેમ્બર 2022, શનિવાર
શાહરૂખ ખાન બોલવુડનો સુપર સ્ટાર છે. તેની ફેન ફોલોઈંગ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. એક ફિલ્મ સ્ટાર બોક્સ ઓફિસથી લઈને પ્રચંડ લોકપ્રિયતા સુધી જે આશા રાખી શકે તે બધુ જ શાહરૂખે સિદ્ધ કર્યું છે. તેમ છતાં તેની ટોપીમાં એક પછી એક મોરપીંછ ઉમેરાતા જાય છે. બોલિવુડના આ સ્ટારની જેટલી ફેન ફોલોઈંગ ભારતમાં છે તેટલી જ વિદેશમાં પણ છે. શાહરૂખ ખાને તાજેતરમાં સાઉદી એરેબિયાના જેદ્દાહમાં 'રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'માં હાજરી આપી હતી. વિશ્વભરના અન્ય કલાકારો અને સેલિબ્રિટિઓ સાથે અભિનેતાએ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી. પ્રિયંકા ચોપરા, કાજોલ અને એ.આર.રહેમાને પણ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
આ ઈવેન્ટ દરમિયાન માં શાહરૂખ ખાન અને અમેરિકન એક્ટ્રેસ શેરોન સ્ટોન એકબીજાની બાજુમાં બેઠા હતા. જો કે સ્ટેજ પર્ફોર્મન્સના કારણે પ્રેક્ષકોની બાજુની લાઈટિંગ ઓછી હતી. આ ઈવેન્ટ દરમિયાનના અનેક વીડિયો અને ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. તેવા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે હોસ્ટ શાહરૂખ ખાનનું નામ લઈને તેમને સ્ટેજ ઉપર બોલાવવાની વાત કરે છે ત્યારે હોલીવુડ એક્ટ્રેસ શેરોન તેમને પોતાની બાજુમાં બેઠેલા જોઈને ખુશીથી ચીસ પાડી ઉઠે છે અને કહે છે કે ઓહ માય ગોડ. ત્યારે શાહરૂખ ખાન પણ શેરોનને ખૂબ જ પ્રેમથી વર્તે છે અને પોતાની સીટ પરથી ઉભા થઈને અભિવાદન કરે છે. શેરોન પણ દેશી અંદાજમાં શાહરૂખ ખાનને નમસ્તે કરતી જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે આ સમારોહમાં શાહરૂખ ખાનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમનો પરિચય આપતા તેમને બોલિવુડના બાદશાહની સાથે વર્લ્ડ સિનેમાના એક મોટા એક્ટર કહેવામાં આવ્યા હતા. શાહરૂખને સ્ટેજ પર બોલાવતા પહેલા તેમની એક ઈન્ટ્રો ક્લિપ પણ બતાવવામાં આવી હતી, જેમાં શાહરૂખની ફિલ્મોની ઝલક હતી. આ ફેસ્ટિવલમાં શાહરૂખને એક સ્પેશિયલ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
تكريم شاروخان من قبل #مهرجان_البحر_الأحمر_السينمائي_الدولي وحيث ألقى خطابه باللغة العربية لشكره للمهرجان ❤️ pic.twitter.com/Xlai03EFnh
— Arab Shah Rukh Khan (@ArabSRK_) December 1, 2022
આ સમારોહ શાહરૂખે એવોર્ડ લેતી વખતે દર્શકો સાથે અરબીમાં વાત કરી હતી. તેમણે મારૂ ભાષણ લાંબુ હશે તેમ ખેદ વ્યક્ત કરીને શરૂઆત કરી હતી. તેણે મજાકમાં ટીપ્પણી કરી હતી કે, હુ રોમાંચિત છું કારણકે આ પહેલીવાર છે મને ફિલ્મ ફેસ્ટિવલમાં ઓળખ આપીને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. શાહરૂખની ભાષા ક્ષમતાએ સોશિયલ મીડિયા અને આરબ વિશ્વમાં તેમના અનેક ચાહકોને પ્રભાવિત કર્યા હતા.
શાહરૂખ ખાનાન અપકમિંગ પ્રોજેક્ટ
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થશે. આ ફિલ્મ યશરાજ ફિલ્મસના પ્રોડક્શન હેઠળ બની છે. પઠાણ એક પાન ઈન્ડિયા ફિલ્મ છે. તે હિન્દી સિવાય તમિલ અને તેલુગૂમાં પણ રિલીઝ થશે.