Get The App

સલમાન ખાનની સિકંદરમાં શર્મન જોશીની એન્ટ્રી

Updated: Sep 15th, 2024

GS TEAM

Google News
Google News
સલમાન ખાનની સિકંદરમાં શર્મન જોશીની એન્ટ્રી 1 - image


મુંબઇ : સલમાન ખાને એ આર મુરુગોદાસ દિગ્દર્શિત ફિલ્મ સિકંદરનું શૂટિંગ શરૂ કરી દીધું છે તેવામાં અપડેટ છે કે, ફિલ્મમાં શર્મન જોશીની એન્ટ્રી થઇ ગઇ છે. જોકે તેના રોલ વિશેની વાતને ખાનગી રાખવામાં આવી છે. પરંતુ સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર અભિનેતા એક અલગ જ ભૂમિકામાં જોવા મળવાનો છે. તેની અને સલમાન ખાનની જોડી આ ફિલ્મમાં અનોખી જોવા મળવાની છે.  રિપોર્ટના અનુસાર, શરમન જોશીએ પોતાના હિસ્સાનું શૂટિંગ શરૂ કરીદીધું છે. તે પૂરા સમય ફિલ્મના સેટ પર હાજર હતો અને તેણે સિકંદરની યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. પ્રથમ વખત સલમાન અને શર્મન જોશી રૂપેરી પડદે સાથે જોવા મળવાના છે. સલમાન ખાન અને રશ્મિકા મંદાના પણ પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે. કહેવાય છ ેકે, સલમાન અને રશ્મિનકા મંદાનાની એક સાનદાર ડાન્સ સિકવન્સની પણ યોજના બનાવામાં આવી રહી છે.

Tags :