Get The App

શર્મન જોશી ફૌજી ફિલ્મમાં ચમકશે

- આર્યન સક્સેના પ્લાનિંગ કરી રહ્યા છે

- અગાઉ ધૂમ્રપાન વિરોધી શોર્ટ ફિલ્મ બનાવેલી

Updated: Feb 15th, 2019

GS TEAM


Google News
Google News
શર્મન જોશી ફૌજી ફિલ્મમાં ચમકશે 1 - image

મુંબઇ તા.15 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

ગરવો ગુજરાતી અભિનેતા શર્મન જોશી આગામી ફિલ્મ આર્યન સક્સેનાની ફૌજી માટે સાઇન થયો હોવાની માહિતી મળી હતી.

ધૂમ્રપાન વિરોધી શોર્ટ ફિલ્મ મુક્તિ બનાવનારા અને દુનિયાભરના દેશોમાં આ ફિલ્મ માટે શાબાશી મેળવનારા આર્યન સક્સેના હવે ફૌજી નામની ફિચર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ધૂમ્રપાન વિરોધી શોર્ટ ફિલ્મ માટે કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સક્સેનાની ભારોભાર પ્રશંસા કરાઇ હતી. આ શોર્ટ ફિલ્મમાં જમીલ ખાન અને કિશ્વર મર્ચંટ ચમક્યાં હતાં.

હવે ફૌજી ફિલ્મ માટે તેમણે શર્મન જોશીને સાઇન કર્યો હોવાની જાણકારી મળી હતી. સક્સેનાએ કહ્યંુ કે અત્યાર લગી બનેલી લશ્કરને લગતી ફિલ્મોમાં મોટે ભાગે વૉર દેખાડાયું હતું. મારી ફિલ્મમાં સૈનિક ગુમાવી ચૂકેલા પરિવારની વાત છે. યુવાન પુત્ર ગુમાવનારા પરિવારે કેવી પરિસ્થિતિમાં જીવવું પડે છે અને કેવા પડકારો ઝીલવા પડે છે એની વાત મેં  ફૌજી ફિલ્મમાં કરવા ધારી છે.  

આર્યન સક્સેનાએ અગાઉ મીકી વાઇરસ અને દેશી કટ્ટે જેવી ફિલ્મોની સ્ક્રીપ્ટ પણ લખી હતી.  તેમણે કહ્યું કે દુર્ભાગ્યે બોલિવૂડમાં એકાદ બે સિવાય કોઇ લેખકની કશી કિંમત રહી નથી. 

ફિલ્મ સર્જકો લેખકોને પૂરતાં માન આદર આપતા નથી. મહેનતાણાની તો વાત જ જવા દો.

Tags :