| Image : IMDB |
Aankhon Ki Gustaakhiyan, Superman and Maalik Film collection : રાજકુમાર રાવની ફિલ્મ 'માલિક', શનાયા કપૂર-વિક્રાંત મૈસીની 'આંખો કી ગુસ્તાખિયાં' અને હોલિવૂડની 'સુપરમેન' ગત 11 જુલાઈ, 2025ના રોજ એક સાથે રિલીઝ થઈ. જેમાં શુક્રવારથી જ આ ત્રણેય ફિલ્મોમાં ભારે ટક્કર જોવા મળી રહી છે. જેમાં શનાયા કપૂરની ડેબ્યૂ ફિલ્મે માંડ રૂ.73 લાખની કમાણી કરી છે. જ્યારે આ ઉપરાંત સુપરમેને કેટલું કલેક્શન કર્યું છે, ચાલો જાણીએ.
સુપરમેનનું બે દિવસમાં રૂ.16.25 કરોડનું કલેક્શન
મળતી માહિતી મુજબ, સુપરમેનની રિલીઝના પહેલા દિવસે રૂ.7 કરોડ અને બીજા દિવસે 9.25 કરોડ રૂપિયાની કમાણી કરીને બે દિવસમાં રૂ.16.25 કરોડનું કલેક્શન કર્યું. જેમાં દર્શકોને ફિલ્મ પસંદ આવી રહી હોવાનું જણાય છે. આ ફિલ્મ હોલિવૂડ રિલીઝ 'F1'અને 'જુરાસિક વર્લ્ડ: રિબર્થ' ને પણ ટક્કર આપી રહ્યું છે.
'માલિક' ફિલ્મે રૂ.3.75 કરોડથી કર્યું ઓપનિંગ
જ્યારે રાજકુમાર રાવની ફિલ્મ 'માલિક'ની વાત કરીએ તો, ફિલ્મ રિલીઝના પહેલા દિવસે રૂ.3.75 કરોડ અને બીજા દિવસે 5.25 કરોડની કમાણી કરી છે. સીરીયસ લૂકમાં રાજકુમાર રાવ પરત ફરતાં ચાહતો તેની પ્રશંસા કરી રહ્યા છે. જોકે, આ ફિલ્મનું બજેટ ₹54 કરોડ હોવાનું કહેવાય છે.
આ ફિલ્મોના સાથે-સાથે 'આંખો કી ગુસ્તાખિયાં'ના શૉ બૉક્સ ઑફિસ પર ફ્લોપ જોવા મળી રહ્યા છે. શનાયા કપૂર અને વિક્રાંત મૈસીની ફિલ્મ બીજા દિવસમં માત્ર રૂ.43 લાખની કમાણી કરી હતી. જેમાં બે દિવસમાં માત્ર 73 લાખ રૂપિયાનું કલેક્શન છે. ફિલ્મમાં શનાયાની એક્ટિંગને લઈને વખાણ થઈ રહ્યા છે, પરંતુ તેમની કેમિસ્ટ્રીને લઈને ચાહકો ટિકા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર 'આંખો કી ગુસ્તાખિયાં' સામાન્ય પ્રતિસાદ મળી રહ્યો છે. તેવામાં કેટલાક દર્શકોએ શનાયાની એક્ટિંગને નબળી ગણાવી અને ફિલ્મની સ્ક્રિપ્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે વિક્રાંત પણ દર્શકોને વધારે પ્રભાવિત કરી શક્યો ન હતો.


