શનાયા કપૂર અમેરિકાના તેના બેચમેટ સાથે રિલેશનશિપમાં
- બોલીવૂડ પાર્ટીઓમાં કરણ કોઠારી સાથે હાજરી
- શનાયાની ફિલ્મ કારકિર્દી શરુ થતી જ નથી તે પહેલાં ડેટિંગની ચર્ચાઓ શરુ થઈ ગઈ
મુંબઇ: સંજય કપૂરની દીકરી અને જાહ્નવી કપૂરની કઝિન શનાયા કપૂર છેલ્લા કેટલાય સમયથી બોલીવૂડમાં ડેબ્યૂ માટે પ્રયાસ કરી રહી છે. હજુ સુધી તેને સફળતા મળી નથી પરંતુ તે પહેલાં જ તેનાં ડેટિંગની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.
શનાયા અમેરિકામાં લોસ એન્જલિસમાં તેની સાથે ભણતા મુંબઈના કરણ કોઠારીને ડેટ કરી રહી હોવાનું કહેવાય છે. તે અને કરણ બોલીવૂડ પાર્ટીઓમાં સાથે જોવા મળે છે અને શનાયા મિત્રોને કરણની ઓળખાણ પોતાના પાર્ટનર તરીકે જ કરાવી રહી છે.
કરણ કોઠારી લોસ એન્જલિસમાં કોઈ સ્ટાર્ટ અપ ચલાવતો હોવાનું કહેવાય છે.
શનાયાએ હજી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું નથી. તે કરણ જોહરની ફિલ્મ બેધડકથીડેબ્યુ કરવાની હતી. પરંતુ આ ફિલ્મ આગળ વધી શકી નહીં. પછી એવી ચર્ચા હતી કે, શનાયા ટાઇગર શ્રોફ સાથે શશાંક ખેતનાનની સ્ક્રૂ ઢીલા ફિલ્મમાં કામ કરતી જોવા મળશે.