શાહરૂખનો સ્ટાફ 1.35 લાખ ભાડાંના ટુ બીએચકે ફલેટમાં રહેશે
મુંબઇ: શાહરૂખ ખાનના મન્નત બંગલાનું હાલ રિનોવેશન ચાલી રહ્યું હોવાથી તે પરિવાર સાથે એક ડુપ્લેક્સ ફ્લેટમા ભાડે રહેવા ગયો છે. હવે શાહરુખ પરિવારે પોતાના સ્ટાફ માટ આ ભાડાંના ડુપ્લેક્સથી ૧૦૦ મીટરના અંતરે એક ટુબીએચકે ફ્લેટ મહિને ૧.૩૫ લાખના ભાડાંથી લીધો છે.
બિલ્ડિંગનાી ચોથા માળે આવેલો આ ફ્લેટનો એરિયા ૭૨૫ સ્કે.ફૂટ છે. જેના માટે ગૌરીએ ૪.૦૫ લાખ રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ પણ આપી છે.એગ્રીમેન્ટ પ્રમાણે આ ફ્લેટના ભાડામાં દર વરસે પાંચ ટકાની વૃદ્ધિ કરવામાં આવશે.
શાહરૂખ ખાને ગત એપ્રિલ મહિનામાં પાલી હિલ વિસ્તારમાં પોતાના પરિવાર માટે એક ડુપ્લેક્સ ભાડે લીધો છે. તે ત્રણ વરસના ૮.૬૭ કરોડ રૂપિયા ભાડું ચૂકવવાનો છે.
આ ડુપ્લેક્સ જેકી ભગનાની અને રકૂલ પ્રીતસિંહની માલિકીનો છે.