Get The App

શાહીદ કપૂર નથી ઇચ્છતો કે તેના બાળકો ફિલ્મોમાં કામ કરે, કહ્યું - 'ઘણું મુશ્કેલ છે યાર...'

Updated: Jan 27th, 2025

GS TEAM

Google News
Google News
શાહીદ કપૂર નથી ઇચ્છતો કે તેના બાળકો ફિલ્મોમાં કામ કરે, કહ્યું - 'ઘણું મુશ્કેલ છે યાર...' 1 - image

Bollywood Actor Shahid Kapoor: બોલિવૂડમાં ડાન્સિંગ અને એક્ટિંગ દ્વારા પોતાનો જલવો બતાવનાર અભિનેતા શાહિદ કપૂર માટે દરેક વ્યક્તિ દિવાના છે.શાહિદ આ ઇન્ડસ્ટ્રીના એવા કલાકારોમાંનો એક છે, જે પોતાની ફિલ્મો માટે ખૂબ જ મહેનત કરે છે અને પૂરી લગન સાથે મોટા પડદા પર પોતાનો રોલ ભજવે છે.

આ પણ વાંચો : સોનુ નિગમે પદ્મ પુરસ્કાર પર ઉઠાવ્યા સવાલ, આ સિંગર્સને સન્માન ન મળતાં નારાજ: જુઓ VIDEO

હંમેશા યોગ્ય કાર્ય કરો.'

શાહિદ લગભગ 20 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. એક અભિનેતા હોવા ઉપરાંત તે એક જવાબદાર પિતા પણ છે. તે તાજેતરમાં એક પોડકાસ્ટ પર દેખાયો જ્યાં તેને તેના બાળકોના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું. જ્યારે શાહિદને પૂછવામાં આવ્યું કે, તેના બાળકો તેમના પિતા પાસેથી શું શીખવા માંગે છે, ત્યારે અભિનેતાએ જવાબ આપ્યો કે, 'હંમેશા યોગ્ય કાર્ય કરો.'

હું નથી ઈચ્છતો કે મારા બાળકો અભિનય ક્ષેત્રે આવે

'હું હંમેશા કોશિશ કરુ છું કે, યોગ્ય કાર્ય કરું છું. ભલે એ મને પસંદ આવે અથવા બીજા કોઈને ન ગમે. ભલે તે વસ્તુ મને નુકસાન પહોંચાડી રહી હોય, તો પણ કોઈ વાંધો નથી. હું યોગ્ય કાર્ય કરીશ. આ સાથે શાહિદે પોતાની વાતચીતમાં એક વાતનો ખુલાસો કર્યો કે, 'હું નથી ઈચ્છતો કે મારા બાળકો અભિનય ક્ષેત્રે આવે. અને જો તેઓ આવશે, તો તે પોતાની મરજીથી આવશે, હું તેમના પર કોઈ દબાણ નહીં કરુ.'

હું ઈચ્છું છું કે તેઓ નિડર બને, જે તેઓ પહેલાથી જ છે

'આ ઉપરાંત એવી ઘણી બધી બાબતો છે, જે હું નથી ઈચ્છતો કે તે મારી પાસેથી શીખે. હું ઈચ્છું છું કે તેઓ નિડર બને, જે તેઓ પહેલાથી જ છે. હું નથી ઈચ્છતો કે તેઓ ફિલ્મો આવે, તેઓ બીજું કંઈક કરે. આમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે, યાર આ ખૂબ જ મુશ્કેલ છે.'

શાહિદને બે બાળકો છે

'જો તેઓ ફિલ્મોમાં કામ કરવા માંગે છે, તો તે તેમની ઇચ્છા છે. પણ હું કહીશ કે કંઈક સરળ જુઓ. ફિલ્મો ખૂબ જ મુશ્કેલ હોય છે.' શાહિદને બે બાળકો છે - દીકરો ઝૈન કપૂર અને દીકરી મીશા કપૂર.

આ પણ વાંચો : મંદિર-મસ્જિદ-ચર્ચ... વિવિધ ધાર્મિક સ્થળે જઇ સારા અલી ખાને માગી દુઆ, VIDEO શેર કરી આપ્યો મેસેજ

હાલમાં આગામી ફિલ્મ 'દેવા'નું પ્રમોશન કરી રહ્યો છે શાહિદ 

શાહિદ હાલમાં તેની આગામી ફિલ્મ 'દેવા'નું પ્રમોશન કરી રહ્યો છે. તેમની ફિલ્મ 31 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ઉપરાંત તે હાલમાં દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'ઉસ્તરા'ના શૂટિંગમાં વ્યસ્ત છે.