શાહિદ, રશ્મિકા, ક્રિતીની કોકટેલ ટુનું શૂટિંગ શરૂ
- શાહિદે સેટ પરથી સેલ્ફી શેર કરી
મુંબઇ : શાહિદ કપૂર, ક્રિતી સેનન અનેરશ્મિકા મંદાનાની 'કોકટેલ ટુ'નાં શૂટિંગની શરૂઆત થઇ ગઇ છે. શાહિદે સેટ પરથી પોતાની સેલ્ફી શેર કરી હતી. રશ્મિકાએ પણ પોતાનો લૂક શેર કર્યો હતો.
ફિલ્મ આવતાં વર્ષના અંતે રીલિઝ થાય તેવી સંભાવના છે.
'સ્ત્રી' સહિતની ફિલ્મોના નિર્માતા દિનેશ વિજન આ ફિલ્મ બનાવી રહ્યા છે. જોકે, તેમાં મૂળ 'કોકટેલ'ની સ્ટોરી થીમ જ રીપિટ થશે કે કેમ તે અંગે કશું કહેવાયું નથી. દીપિકા પદુકોણ, સૈફ અલી ખાન અને ડાયના પેન્ટીની 'કોકટેલ' પ્રણય ત્રિકોણ આધારિત હતી.