શાહિદ કપૂરની છત્રપતિ શિવાજી મહારાજ પરની બાયોપિક નહિ બને
મુંબઈ : શાહિદ કપૂરની છત્રપતિ શિવાજી મહારાજ પરની બાયોપિક બંધ થઇ ગઇ છે. ફિલ્મનું બહુ વધારે પડતું બજેટ આ માટે જવાબદાર હોવાનું કહેવાય છે.
ફિલ્મના દિગ્દર્શક અમિત રોયે ફિલ્મ બંદ થવા બદલ બળાપો કાઢ્યો હતો. અક્ષય કુમાર સાથે 'ઓહ માય ગોડ ટૂ' ફિલ્મ બનાવી ચૂકેલા અમિત રોયે કહ્યું હતું કે મારી પાછલી ફિલ્મે ૧૮૦ કરોડનું કલેક્શન કર્યું હતું. પરંતુ તેમ છતાં પણ અહીં મારી પ્રતિભા પર કોઈને ભરોસો નથી. તેમણે કહ્યું હતું કે જે ફિલ્મ પાછળ મેં પાંચ વર્ષ મહેનત કરી હતી તેના વિશે પાંચ જ મિનીટમાં એક કાગળ પર લખીને કહી દેવામાં આવ્યું હતું કે ફિલ્મમાં શું સાચું છે કે શું ખોટું છે.
તેણે કહ્યું હતું કે હવે તે પોતે જ પોતાની ફિલ્મ પ્રોડયૂસ કરશે.
જોકે, આ ફિલ્મ બંધ થવા બાબતે શાહિદ કપૂર તરફથી કોઈ પ્રત્યાઘાત સામે આવ્યો નથી.