શાહિદ કપૂર ફ્રેન્ચ ફિલ્મની હિંદી રીમેકમાં પોલીસ અધિકારીના પાત્રમાં જોવા મળશે
- અલી અબ્બાસ જફરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે
મુંબઇ : શાહિદ કપૂર જલદી જ રાજ ડીકેની અનટાઇટલ થ્રિલર વેબ સીરીઝમાં ડેબ્યુ કરવાનો છે. જોકે આ પહેલા તેને અલી અબ્બાસ જફરે પોતાની આગામી ફિલ્મમાં સાઇન કર્યો છે.
સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, અલી અબ્બાસ જફરે ફ્રેન્ચ ફિલ્મ ન્યૂટ બ્લેન્ચ (સ્પીલપલેસ નાઇટ)ના હિંદી રીમેક ફિલ્મ બનાવવા માટેના હક્ક ખરીદી લીધા છે. મૂળ ફિલ્મ સાલ ૨૦૧૧માં રિલીઝ થઇ હતી. જે એક પોલીસ ઓફિસરની આસપાસ ફરતી જોવા મળે છે.
આ ફિલ્મમાં એક પોલીસ અધિકારીની પુત્રીને ગેન્ગસ્ટર અને ડ્રગ માફિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે. એક રાતમાં એ પોલીસ અધિકારી પોતાની પુત્રીને આ લોકોની ચુંગલમાંથી કઇ રીતે બચાવે છે તેના પર આ ફિલ્મની વાર્તા આધારિત છે.
શાહિદ સાથે લીડ રોલ નિભાવામ ાટે હિરોઇનની શોધ હજી ચાલુ છે. કહેવાય છે કે, ટોચની અભિનેત્રીઓ સાથે વાતચીત ચાલુ છે.