Get The App

રજનીકાંતની જેલર ટુમાં શાહરૂખનો કેમિયો હોવાનો સંકેત

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
રજનીકાંતની જેલર ટુમાં શાહરૂખનો કેમિયો હોવાનો સંકેત 1 - image

- મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો 

- જોકે, હજુ રજનીકાંત કે શાહરૂખ ખાન તરફથી આ વિશે  કોઈ કન્ફર્મેશન નહિ

મુંબઈ : રજનીકાંતની 'જેલર ટુ'માં શાહરુખ ખાન કેમિયો કરશે તેવી ચર્ચા ચાલી છે. આ ફિલ્મમાં એક ભૂમિકા ભજવી રહેલા મિથુન ચક્રવર્તીએ આ દાવો કર્યો છે. તેનાથી શાહરુખ અને રજનીકાંત બંનેના ફેન્સ હરખાયા છે. જોકે, શાહરુખ કે રજનીકાંતે હજુ આ વિશે કોઈ કન્ફર્મેશન આપ્યું નથી. 

મિથુને એક વાતચીતમાં કહ્યું હતું કે 'જેલર ટુ'માં સમગ્ર ભારતના દિગ્ગજ કલાકારોનો કાફલો હશે. 

મોહનલાલ, શાહરુખ ખાન, રામ્યા કૃષ્ણ અને શિવરાજ  કુમાર પણ આ ફિલ્મમાં હશે. 

મિથુને આપેલો સંકેત સાચો હોય તો શાહરુખ અને રજનીકાંત બીજીવાર સ્ક્રીન શેર કરશે. અગાઉ શાહરુખની ફિલ્મ 'રા વન'માં રજનીકાંતે  કેમિયો કર્યો હતો.