તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય શાહરૂખ ખાનની બહેન સાથેની આ તસવીર, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
- સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનની બહેન શહનાઝ ખાનની કેટલીક જૂની તસવીરો અને હાલનો એરપોર્ટ વીડિયો સામે આવ્યો છે
મુંબઈ, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવાર
શાહરૂખ ખાને પોતાના અનોખા અંદાજ અને સ્ટાઈલથી એક અલગ જ સ્થાન હાંસલ કર્યું છે. દરેક લોકો SRKના દિવાના છે. તે જ સમયે માત્ર શાહરૂખ ખાન જ નહીં પરંતુ તેનો પરિવાર અને બાળકો પણ જોરદાર રીતે ચર્ચામાં જોવા મળે છે. શાહરૂખ ની પત્ની જાણીતી ડિઝાઈનર છે. તે જ સમયે, તેની પુત્રી સુહાના હવે ટૂંક સમયમાં બોલિવૂડનો ભાગ બનવા જઈ રહી છે. શાહરૂખ ખાનની બહેન સોશિયલ મીડિયા પર ખૂબ જ ઓછી જોવા મળે છે. તો આ રક્ષાબંધનના ખાસ પર કિંગ ખાનની બહેનની કેટલીક જૂની તસવીરો હાલમાં સામે આવી છે. જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનની બહેન શહનાઝ ખાનની કેટલીક જૂની તસવીરો અને હાલનો એરપોર્ટ વીડિયો સામે આવ્યો છે. આ જૂની તસવીરોમાં શહનાઝ અને શાહરૂખનું ખાસ બોન્ડ જોઈ શકાય છે. તે જ સમયે, વાયરલ થઈ રહેલા આ
નવા વીડિયોમાં શહનાઝ ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે. શહનાઝની તસવીરો અને વીડિયો જોઈને એક ચાહકો કમેન્ટ કરીને કહ્યું કે, માશાઅલ્લા ખૂબ જ સિમ્પલ છે જ્યારે બીજા એક યુઝર્સે કહ્યું કે, શાહરૂખની પુત્રી સુહાના અને તમે એકસરખા દેખાવ છો. ફેન્સ શહનાઝની સાદગીના વખાણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાને એક બાદ એક હિટ ફિલ્મ આપી છે. તે 'યસ બોસ', 'બઢિયા', 'પહેલી', 'રામ જાને', 'કરણ અર્જુન', 'અશોકા', 'ચલતે-ચલતે', 'કોયલા', 'પરદેશ', 'ચક દે ઈન્ડિયા', ' ડિયર 'ઝિંદગી', 'દિલ સે', 'ફેન', 'દેવદાસ', 'દિલ તો પાગલ હૈ', 'ડોન', 'ડોન 2' જેવી અનેક મોટી ફિલ્મો કરી છે. શાહરૂખ છેલ્લે ઝીરો ફિલ્મમાં જોવા મળ્યો હતો. સાથે જ તે હાલમાં તેની પઠાણ ફિલ્મને લઈને પણ ચર્ચામાં જોવા મળી રહ્યો છે.