શાહરૂખ ખાને પોતાની ચાર મજલા ઓફિસ મુંબઇ પાલિકાને ક્વોરન્ટીન માટે ઓફર કરી
- આ ઉપરાંત કિંગ ખાને પોતાની વિવિધ કંપનીઓ દ્વારા રૂપિયા 70 કરોડ કરતાં પણ વધુ સહાય કરી છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.04 એપ્રિલ 2020, શનિવાર
શાહરૂખે ખાને હાલમાં જ પોતાની વિવિધ કંપનીઓ દ્વારા રૂપિયા ૭૦ કરોડ કરતાં પણ વધુ આર્થિક સહાય કોરોનાના જંગ સામે લડવા કરી છે. હવે તેણે અને તેની પત્નીએ મુંબઇમાં આવેલી ચાર માળની ઓફિસ બૃહદ મુંબઇ નગરપાલિકાને ક્વોરોનટાઇન માટેઓફર કરી છે.
બીએમસીેએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી શનિવારે એક ટ્વિટ કર્યું છે. ટ્વીટમાં લખ્યું છે કે, અમે શાહરૂખ ખાન અને ગોરી ખાનનો આભાર માનીએ છીએ જેમણે પોતાના જરૂરિયાત સામાનોથી ભરપૂર ઓફિસની બાળકો, મહિલા અને વૃદ્ધોના ક્વોરોનટાઇન માટે ઓફર કરી છે. જેથી અમે ક્વોરોન્ટાઇન કેપેસિટિ વધારી શકીએ.
કિંગ ખાનની દરિયાદિલીથી ્તેના પ્રશંસકો વાહ પોકારી ગયા છે. જોકે તેણે આર્થિક સહાયનો નિર્ણય મોડો લેતા સોશિયલ મીડિયા પર ચાહકોએ તેને ટ્રોલ પણ કર્યો હતો. ટ્રોલ કરનારાઓની શાહરૂખે છપ્પર ફાડીને આર્થિક સહાય આપવાની જાહેરાત કરીને મો બંધ કરી દીધા છે.