(પ્રિતનિધિ દ્વારા) મુંબઇ, તા. 14 એપ્રિલ 2020, મંગળવાર
શાહરૂખ ખાને કોરોના વાયરસ સામે જંગ લોડવા ઉદારતા દાખવી છે. તે પોતાની રીતે સતત આ માટે આર્થિક સહાય કરીરહ્યો છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, શાહરૂખ ખાને સરકારની મદદ માટે ૨૫,૦૦૦ પીપીઇ કિટ આપી છે. અમે તેનો આભાર માનીએ છીએ. સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વિટર પણ ટ્વિટ કરીને આભાર માન્યો છે.
રાજેશ ટોપેએ ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે, શાહરૂખના મીર ફાઉન્ડેશનનો બહુ બહુ આભાર. તેેમના તરફથી અમને ૨૫૦૦૦ કિટનું યોગદાન મળ્યું છે. શાહરૂખ કોવિડ ૧૯ના જંગ સામેની અમારી લડાઇમાં સહયોગ કરી રહ્યો છે. આ કિટ મળવાથી ચિકિત્સકોની સુરક્ષા કરવામાં અમને ઘણી સરળતા થશે.
શાહરૂખે પ્રત્યુતરમાં લખ્યું હતુ કે, અમે બધા જ તમારી માફક એ જ પ્રયાસમાં છીએ કે આપણી અને માનવતાની રક્ષા કરી શકીએ.
શાહરૂખે હાલમાં જ પીએમ કેયર્સ ફંડ અને મહારાષ્ટ્ર મુખ્ય મંત્રી રાહ કોષમાં આર્થિક મદદ કરી છે. આ ઉપરાંત તેણે પોતાની ચાર મજળા ઓફિસ પણ ક્વોરોનટાઇન માટે ખોલી આપી છે. એટલું જ નહીં એક મહિના સુધી ૫,૫૦૦ પરિવારોને ખાવાનું અને જરૂરિયાતોના સામાન માટે પણ સહાય કરીરહ્યો છે.


