દુબઇના એક ઇવેન્ટમાં બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનને ચાહકે કરી લીધી અચાનક કીસ, વીડિયો જોઇને યુઝર્સ ભડક્યા
Image Courtesy: Instaqgram
નવી મુંબઇ,તા. 14 જૂન 2023, બુધવાર
બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનના ભારતમાં જ નહી પરંતૂ વિદેશમાં પણ એટલા જ ચાહકો છે. ત્યારે કિંગ ખાનને જોવા માટે લોકો તેમના ઘર મન્નત સુધી પણ પહોંચી જતા હોય છે.
કિંગ ખાન પણ પોતાના ચાહકોને નિરાશ નથી કરતા અને સમયે સમયે મન્નતની છત પરથી ચાહકોનો આભાર માનતા હોય છે. હાલમાં જ કિંગ ખાન એક મિત્રની રિયલ એસ્ટેટ બ્રાન્ડના પ્રચાર માટે દુબઈ ગયા હતા. ઈવેન્ટ પછી, તે તેના ચાહકો સહિત ત્યાં હાજર કેટલાક મહેમાનોને મળ્યા હતા. આ ઈવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શું છે આ વાયરલ વીડિયોમાં?
આ વાયરલ વીડિયોમાં શાહરૂખ બ્લેક સૂટમાં જોવા મળી રહ્યો છે. તેની સાથે તેની મેનેજર પૂજા દદલાની અને તેમના બોડીગાર્ડસ પણ છે. એક વ્યક્તિ શાહરૂખના હાથને ચુંબન કરે છે અને તેને ભેટી પડે છે. તેની પાછળ એક મહિલા આવે છે, જે શાહરૂખને ડાયરેક્ટ ગાલ પર કિસ કરે છે. કિસ કર્યા બાદ મહિલા પણ ઘણી ખુશ દેખાય છે. મહિલાને કિસ કરતા પહેલા શાહરુખ એ પણ પૂછે છે કે, શું હું તને કિસ કરી શકું છું, પરંતુ શાહરુખ કંઈ બોલે તે પહેલા તેણે તેને કિસ કરી લીધી.
મહિલાની આ હરકતેને ભલે તેનો દિવસ બનાવ્યો હોય, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સને મહિલાનું કિંગ ખાનને કિસ કરવુ પસંદ ન આવ્યું. એક યુઝરે કહ્યું કે, તેને જેલમાં ધકેલી દો બીજા યુઝરે કહ્યું- જો કોઈ માણસે માધુરી કે કરીના સાથે આવું કર્યું હોત તો શું તે બચી શકત?
સુપરસ્ટાર હોવાના કેટલાંક ફાયદા અને ગેરફાયદા પણ હોય છે, કિંગ ખાને થોડા સમય પહેલાં જ પોતાના એક બીમાર ફેન સાથે વીડિયો કોલમાં 40 મિનિટ સુધી વાત કરી હતી.. શાહરુખે તેમના ફેનને મળવાનું પ્રોમિસ કર્યું હતુ તેમજ ફેનના ઇલાજનો ખર્ચ પણ ઉઠાવવાની વાત કરી હતી.