વારાણસીમાં આ પાનની દુકાન પર વેચાય છે 'શાહરુખ પાન', આવુ નામ રાખવા પાછળ છે રસપ્રદ કિસ્સો

Updated: Jan 25th, 2023


મુંબઈ, તા. 25 જાન્યુઆરી 2023 બુધવાર

'પઠાણ' ફિલ્મ રિલીઝ થતા જ તેના શો હાઉસફુલ છે. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન શાહરુખ ખાનને બનારસના પાનની પણ યાદ આવી. બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પાન, પઠાણ અને કિંગ ખાનની ચર્ચા વચ્ચે શાહરુખ ખાનનો એક ચાહક દરરોજ બનારસમાં લોકોને 'શાહરુખ પાન'નો સ્વાદ ચખાડી રહ્યો છે. શહેરના નદેસર સ્થિત પાનની દુકાન પર સતીશ કુમાર વર્મા લોકોને શાહરુખ પાન ખવડાવી રહ્યો છે. 


આ પાનની કિંમત 40 રૂપિયા છે. 2017માં શાહરુખ ખાન પોતાની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'ના પ્રમોશન દરમિયાન પોતે અનુષ્કા સાથે આ દુકાન પર આવ્યા હતા. તેમણે બનારસી પાનનો સ્વાદ માણ્યો હતો. એટલુ જ નહીં શાહરુખે પોતાના હાથે અનુષ્કાને પણ પાન ખવડાવ્યુ હતુ. આ સિવાય તેમણે ચાર પાન પેક પણ કરાવ્યા હતા. શાહરુખે જે પાન ચાખ્યુ હતુ તે પાનનું નામ દુકાનદારે 'શાહરુખ પાન' રાખી દીધુ.


70 વર્ષ જૂની છે દુકાન

દુકાનદારે જણાવ્યુ કે આજે પણ લોકો શાહરુખ પાનનો સ્વાદ ચાખવા માટે અહીં આવે છે. તેમણે કહ્યુ કે દરરોજ લગભગ 70થી 100 પીસ શાહરુખ પાન તે લોકોને ચખાડે છે. વારાણસીમાં તામ્બુલમ નામની આ દુકાન 70 વર્ષ જૂની છે અને ત્યાં ડઝન પ્રકારના પાનનો સ્વાદ માણી શકાય છે. જોકે આ બધા પાનની વચ્ચે શાહરુખ પાન જ લોકોને વધુ પસંદ આવે છે અને તેની ડિમાન્ડ પણ છે.


    Sports

    RECENT NEWS