Get The App

શાહરુખે આ વર્ષના અંતે કિંગની રીલિઝ કન્ફર્મ કરી

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
શાહરુખે આ વર્ષના અંતે  કિંગની રીલિઝ કન્ફર્મ કરી 1 - image

- અનેક અટકળો બાદ એક ટીઝર દ્વારા જાહેરાત

- શાહરુખના પ્રચારના મારામાં સલમાનની ફિલ્મનું સોંગ હાંસિયામાં ધકેલાઈ ગયું

મુંબઈ: શાહરુખ ખાને 'કિંગ' ફિલ્મની રીલિઝ વિશે ચાલતી અનેક અટકળો પર પૂર્ણવિરામ મૂકી આ વર્ષે ડિસેમ્બરના અંતે જ ફિલ્મ રીલિઝ કરવાની જાહેરાત કરી છે. 

એક ટીઝર દ્વારા આ ફિલ્મ આગામી ૨૪મી ડિસેમ્બરે રીલિઝ કરાશે તેવી જાહેરાત કરાઈ હતી. અગાઉ  ફિલ્મની રીલિઝ ડેટમાં ફેરફારની ચર્ચાઓ શરુ થઈ હતી. 

શાહરુખ દ્વારા આ ટીઝર માટે વ્યાપક પ્રચારનો મારો ચલાવાતાં સલમાન  ખાનની આગામી ફિલ્મ  'બેટલ ઓફ ગલવાન'નાં 'માતૃભૂમિ' સોંગની રીલિઝ ફિક્કી પડી ગઈ હતી. સોશિયલ મીડિયા પર શાહરુખની પ્રચાર ટીમે જ કબ્જો જમાવી લેતાં સલમાનની ફિલ્મનું સોંગ રીલિઝ જાણે હાંસિયામાં ધકેલાઈ ગયું હતું. 

શાહરુખ ખાન દીકરી સુહાનાને મોટાપાયેલ લોન્ચ કરવા માટે 'કિંગ' ફિલ્મ બનાવી રહ્યો છે. તેમાં અભિષેક બચ્ચન ખલનાયકની ભૂમિકામાં છે. દીપિકા  પદુકોણ શાહરુખની હિરોઈન તરીકે છે.