Get The App

શાહરૂખ ખાને 'જવાન' માટે વસૂલી તગડી રકમ, જાણો ફિલ્મના અન્ય સ્ટાર્સે કેટલી ફી લીધી

Updated: Sep 2nd, 2023

GS TEAM

Google News
Google News
શાહરૂખ ખાને 'જવાન' માટે વસૂલી તગડી રકમ, જાણો ફિલ્મના અન્ય સ્ટાર્સે કેટલી ફી લીધી 1 - image


                                                    Image Source: Twitter

મુંબઈ, તા. 02 સપ્ટેમ્બર 2023 શનિવાર

એટલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં શાહરુખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ જેવા એક્ટર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ 300 કરોડમાં બની છે. 

ફિલ્મના બજેટનો ત્રીજો ભાગ શાહરુખ ખાનની ફી છે. આ ફિલ્મ માટે શાહરુખ ખાને 100 કરોડ રૂપિયા લીધા છે.

ફિલ્મની લીડ હીરોઈન નયનતારાએ ફિલ્મ માટે કેટલા રૂપિયા લીધા છે તેની ચોક્કસ જાણકારી નથી. પરંતુ તેણે 8 થી11 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. 

જવાન ફિલ્મમાં પ્રિયામણિએ પોતાના રોલ માટે 1 કરોડ રૂપિયા લીધા છે.

જવાનમાં સાન્યા મલ્હોત્રા પણ મહત્વનો રોલ કરી રહી છે. સાન્યાએ ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. 

કોમેડિયન સુનીલ ગ્રોવર પણ જવાનમાં નજર આવશે. આ ફિલ્મ માટે તેમણે 75 લાખ રૂપિયા લીધા છે.

સાઉથના સ્ટાર એક્ટર વિજય સેતુપતિને ફિલ્મ જવાન માટે 21 કરોડ રૂપિયા મળ્યા છે. શાહરુખ બાદ તેમને જ સૌથી વધુ રૂપિયા મળ્યા છે. 

Tags :